
ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં ભવ્ય 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી થઈ રહી છે. આ પર્વ અંતર્ગત દેશભરમાંથી પૂજ્ય સંતો-મહંતો અને કથાકારો સોમનાથ દાદાના દર્શનાર્થે આવી રહ્યા છે.
આજરોજ ભારતીય આધ્યાત્મિકતા, સાંસ્કૃતિક વિરાસત તેમજ રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાના ઉદાત્ત હેતુ સાથે નીકળેલી 'ભારત સ્વસ્તિક યાત્રા'નું સોમનાથ તીર્થધામ ખાતે પાવન આગમન થયું હતું.
રામકથાના પ્રારંભ પૂર્વે મોરારીબાપુએ હરિહર તીર્થ સ્થિત દેહોત્સર્ગ ભૂમિ જેનો ઉલ્લેખ મહાભારત અને સ્કંદ પુરાણ માં છે, જ્યાથી ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્ર પરમાત્મા એ વૈકુંઠ પ્રયાણ કરેલુ, તેઓની પવિત્ર ચરણપાદુકાનું ભાવપૂર્વક પૂજન અને અભિષેક કર્યો હતા.
ત્યારબાદ બાપુએ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા, જ્યાં મહાદેવને જળાભિષેક કરી, ચરણોમાં પાવન પોથીજી અર્પણ કર્યા બાદ વિધિવત રીતે મંગલમય રામકથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ