તાલાલા તાલુકાના બોરવાવ ગામના રક્તદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ૧૬૦૦ થી વધુ બોટલ રક્ત એકત્રિત
ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) : તાલાલા તાલુકાના બોરવાવ ગામનો માનવસેવા યજ્ઞ સામાજીક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામના સંઘર્ષ ગ્રુપ અને સંકલ્પ ગ્રુપના યુવાનો દ્વારા દશમાં વર્ષે પણ નવા વર્ષની શરૂઆત રક્તદાન કેમ્પના મા
તાલાલા તાલુકાના બોરવાવ ગામના રક્તદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ૧૬૦૦ થી વધુ બોટલ રક્ત એકત્રિત


ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) : તાલાલા તાલુકાના બોરવાવ ગામનો માનવસેવા યજ્ઞ સામાજીક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામના સંઘર્ષ ગ્રુપ અને સંકલ્પ ગ્રુપના યુવાનો દ્વારા દશમાં વર્ષે પણ નવા વર્ષની શરૂઆત રક્તદાન કેમ્પના માનવસેવાકીય કાર્યથી કરી હતી. આ સેવાયજ્ઞમાં ગ્રામજનોએ ઉત્સાહભેર સાથ અને સહકાર આપી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.નવ વર્ષ દરમ્યાન યોજાતા રક્તદાન કેમ્પ માં અત્યાર સુધીમાં ૧૬૦૦ થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.

ગૃપના યુવાનોની પરોપકારી સેવા અને ગ્રામજનોના સહકારથી માનવસેવા યજ્ઞની કામગીરી અવિરત આગળ વધી રહી છે. જરૂરિયાતમંદ દર્દીઓને કટોકટીના સમયે રક્ત મળી રહે તેવા ઉમદા આશય સાથે બોરવાવ ગીર ગામે શરૂ કરેલ સેવાયજ્ઞ ગામની સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande