જામનગર : જામજોધપુર ખાતે જિલ્લા કક્ષાના 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરાઈ
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાઈ. જામનગર, 15 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જામજોધપુરના કડવા પટ
જિલ્લા કક્ષાના 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી


- ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ; તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાઈ.

જામનગર, 15 નવેમ્બર (હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જામજોધપુરના કડવા પટેલ સમાજ ખાતે જિલ્લા કક્ષાના 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આદિજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું તેમજ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૨થી ૧૮ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામજોધપુરના કડવા પટેલ સમાજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી તથા જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 'જનજાતીય ગૌરવ દિવસ' ઉજવણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસનના અન્યાય અને શોષણ સામે આદિવાસી સમાજને સંગઠિત કરી પ્રકૃતિ અને જમીનના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો, તેમનું જીવન સાહસ, સ્વાભિમાન અને રાષ્ટ્રસેવાની પ્રેરણા આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રોજગાર ક્ષેત્રે અમલી વિવિધ યોજનાઓ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ બની રહી છે.

કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાનું જીવન સ્વાભિમાન, સંઘર્ષ અને સમાજસેવાની અખૂટ પ્રેરણા આપે છે, તેઓએ સમગ્ર આદિવાસી સમાજને એક કરી જળ, જમીન અને ઝાડને બચાવવા આંદોલન છેડી સમાજમાં જનજાગૃતિનો નવસંચાર કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે કલાકારોએ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતું મનમોહક પરંપરાગત લોકનૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તથા અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર આદિજાતિના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓની ઝાંખી દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ અને વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પરેશભાઈ હીરપરા, જામજોધપુર નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગૌસ્વામી, પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, અગ્રણી ભવાનભાઈ ચૌહાણ, પ્રાંત અધિકારી એસ.જે.અસવાર તથા બારડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિરલ માકડિયા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande