ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે વલસાડના નાનાપોંઢા ખાતે 'જનજાતિય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ભવ્ય રેલીનો પ્રારંભ કરાવ્યો વલસાડ/ગાંધીનગર, 15 નવેમ્બર (હિ.સ.) : ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ''જનજાતિય ગૌર
'જનજાતિય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી


'જનજાતિય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી


'જનજાતિય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી


- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ભવ્ય રેલીનો પ્રારંભ કરાવ્યો

વલસાડ/ગાંધીનગર, 15 નવેમ્બર (હિ.સ.) : ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે 'જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સવારે નાનાપોંઢા સર્કલ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પ અર્પણ કરી ફૂલહાર પહેરાવીને આ ગૌરવપૂર્ણ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.

ત્યારબાદ નાનાપોંઢા સર્કલથી મુખ્ય કાર્યક્રમ સ્થળ હેલિપેડ ગ્રાઉન્ડ સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા લોકનૃત્યો અને વાદ્યોના તાલે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વાતાવરણ આદિવાસી અસ્મિતા અને ગૌરવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

રેલી દરમિયાન આદિવાસી નૃત્યમાં નાયબ મુખ્યમંત્રીશ્રી પણ સહભાગી થયા હતા.

આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, આદિવાસી સમાજના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande