મહેસાણામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરાયું
મહેસાણા, 15 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે મહેસાણાના સાર્વજનિક વિદ્યાલય સ્થિત કમળાબા હોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી
મહેસાણામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરાયું


મહેસાણા, 15 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે મહેસાણાના સાર્વજનિક વિદ્યાલય સ્થિત કમળાબા હોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજના શૌર્ય, સંઘર્ષ અને દેશની આઝાદીમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરાયું હતું અને 'કુંવરબાઈનું મામેરું' યોજના હેઠળ લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કરાયા હતા.

જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજનું શૌર્ય, સ્વાભિમાન અને બલિદાન ભારતની અસ્મિતાની ઓળખ છે. પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ અને સામૂહિક જીવન આ સમાજ પાસેથી શીખવા જેવા છે. વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ ભગવાન બિરસા મુંડાના જીવન અને જલ, જંગલ તથા જમીનના હકો માટેના સંઘર્ષને યાદ કર્યો હતો. ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ આદિવાસી સમાજને યોગ્ય સન્માન અને ઓળખ અપાવવાની પહેલનો ઉલ્લેખ કર્યો હતો.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગણેશ વંદના અને આદિવાસી લોકનૃત્યો રજૂ કર્યા હતા. ભીલ સમાજની હિમાંશીએ બિરસા મુંડાના જીવન અંગે વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત મહારાષ્ટ્રથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને છોટાઉદેપુરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. સાંસદ હરિભાઈ પટેલ સહિત ધારાસભ્યો, અધિકારીઓ અને આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande