મહેસાણા મનપા દ્વારા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, આદિવાસી પ્રતિભાઓનું સન્માન અને લાભાર્થીઓને સહાયના ચેક અપાયા
મહેસાણા, 15 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે મહેસાણા મહાનગરપાલિકા અને રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્
મહેસાણા મનપા દ્વારા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, આદિવાસી પ્રતિભાઓનું સન્માન અને લાભાર્થીઓને સહાયના ચેક અપાયા


મહેસાણા, 15 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે મહેસાણા મહાનગરપાલિકા અને રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આદિવાસી સમાજની પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ નાગરિકો માટે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરાયું હતું.

ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને આવાસ જેવી પાયાની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓમાં 'સબરીબુથ' અને 'જોહાર કાફે' જેવી પહેલથી આદિવાસી યુવાનો અને મહિલાઓ માટે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. તેમણે 2047ના વિકસિત ભારતના નિર્માણમાં આદિવાસી સમાજની ભાગીદારીનું મહત્ત્વ પણ જણાવ્યું હતું.

મેયર સોનલબેન ઓઝાએ ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને સ્વાભિમાનને યાદ કરી શિક્ષણ તથા સમાન તકો દ્વારા આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને છોટાઉદેપુરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિરણસિંહ રાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દીપકભાઈ, દંડક અનિલભાઈ દેસાઈ, ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande