આસામ અને જૂનાગઢમાં માર્ગ અકસ્માતના મૃતકોના પરિવારજનોને મોરારિબાપુની સહાય
ભાવનગર, 15 નવેમ્બર (હિ.સ.) : આસામના કાઝીરંગા સહિત અન્ય સ્થળોએ સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. આ દુઃખદ ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓને મોરારિબાપુએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજન
મોરારી બાપુ ફાઈલ ફોટો


ભાવનગર, 15 નવેમ્બર (હિ.સ.) : આસામના કાઝીરંગા સહિત અન્ય સ્થળોએ સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. આ દુઃખદ ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓને મોરારિબાપુએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય પૂરી પાડવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આસામના કાઝીરંગા ખાતે મુસાફરોથી ભરેલું પ્રવાસી વાહન કન્ટેનર ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 26 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જેમાં 14 બહેનો અને યુવાનોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાથી વ્યથિત મોરારિબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મૃતકોના પરિવારજનોને વ્યક્તિદીઠ રૂ. 15 હજાર લેખે કુલ રૂ. ચાર લાખની હનુમંત સંવેદના રાશિ અર્પણ કરી છે. આ રકમ રામકથાના મુંબઈ સ્થિત એક શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે.

આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામના બે આશાસ્પદ યુવાનોના માર્ગ અકસ્માતમાં થયેલા અવસાનથી પણ મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કર્યું હતું. બંને યુવાનોના પરિવારજનોને રૂ. 30 હજારની સહાય અર્પણ કરવામાં આવી છે.

મોરારિબાપુએ તમામ દિવંગત આત્માઓના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી અને શોકગ્રસ્ત પરિવારોને દિલસોજી પાઠવી હતી. દુઃખની આ ઘડીમાં સહાય અને સંવેદનાના માધ્યમથી પરિવારજનોને સાંત્વના આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande