રાજકોટના ડેકોરા વર્લ્ડના રીસેપ્શનિસ્ટનું ધનાઢય પરિવારની 6 વર્ષની બાળકી સાથે ધૃણાસ્પદ કૃત્ય
રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પોશ ''ડેકોરા વર્લ્ડ'' સોસાયટીમાં છ વર્ષની માસૂમ બાળકી સાથે રીસેપ્શનિસ્ટે જાતીય સતામણી આચરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ શહેરના પોશ ગણા
બાળકી સાથે ધૃણાસ્પદ કૃત્ય આચરનારની ધરપકડ


રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પોશ 'ડેકોરા વર્લ્ડ' સોસાયટીમાં છ વર્ષની માસૂમ બાળકી સાથે રીસેપ્શનિસ્ટે જાતીય સતામણી આચરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

રાજકોટ શહેરના પોશ ગણાતા કાલાવડ રોડ પર આવેલા પ્રતિષ્ઠિત ‘ડેકોરા વર્લ્ડ’ એપાર્ટમેન્ટમાં માનવતાને શર્મસાર કરનાર એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીં સુરક્ષા અને સંભાળની જવાબદારી સંભાળતા એક કર્મચારીએ છ વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી સાથે બીભત્સ છેડતી અને જાતીય સતામણી આચરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં રહેતા એક પરિવારની છ વર્ષીય પુત્રી સાંજના સમયે સોસાયટીના પ્લેગ્રાઉન્ડમાં રમવા માટે ગઈ હતી. રમ્યા બાદ જ્યારે આ માસૂમ બાળકી એકલી પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી, ત્યારે ત્યાં ફરજ બજાવતા રીસેપ્શનિસ્ટ પંકજ દિનકરાય રાજપરાની દાનત બગડી હતી અને તેણે બાળકીની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેને અટકાવી હતી.

આ શખ્સે તમામ મર્યાદાઓ વટાવી દઈ બાળકી સાથે અશોભનીય વર્તન કર્યું હતું. આરોપીએ બાળકી સમક્ષ અશ્લીલ કૃત્ય કરી જાતીય સતામણી આચરી હતી. આટલેથી ન અટકતા, તેણે પોતાના મોબાઈલ ફોનમાં અશ્લીલ અને અયોગ્ય વીડિયો બતાવીને ફરીથી બાળકી સાથે અડપલાં કર્યા હતા. ડરેલી અને ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચેલી માસૂમ બાળકીએ રડતા રડતા સમગ્ર આપવીતી પોતાના માતા-પિતાને જણાવી હતી. દીકરીના મોઢે આ પ્રકારની ઘટના સાંભળીને પરિવારજનોના હોંશ ઉડી ગયા હતા અને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધીને આરોપી વિરુદ્ધ સખત ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. પોલીસે પોક્સો સહિતની આકરી કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી પંકજ રાજપરાને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઘટનાએ હાઈ-પ્રોફાઈલ સોસાયટીઓમાં કામ કરતા કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન અને બાળકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande