પિતૃઓના મોક્ષાર્થે કાળિયાબીડમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન, મંત્રી જીતુભાઈ વાઘાણી રહ્યા ઉપસ્થિત
ભાવનગર, 15 નવેમ્બર (હિ.સ.)ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે તથા વિશ્વકલ્યાણની પવિત્ર ભાવના સાથે શ્રી મઢુલી સેવક સમુદાય, સૂર્યનગર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક માહોલમાં યોજાઈ રહેલી આ કથામાં રાજ્યના
કથામાં જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા


ભાવનગર, 15 નવેમ્બર (હિ.સ.)ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે તથા વિશ્વકલ્યાણની પવિત્ર ભાવના સાથે શ્રી મઢુલી સેવક સમુદાય, સૂર્યનગર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક માહોલમાં યોજાઈ રહેલી આ કથામાં રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું હતું.

આ પ્રસંગે ભક્તિભાવ અને શ્રદ્ધાના વાતાવરણ વચ્ચે ઉપસ્થિત ભાવિકોએ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઈ કથાનું રસપાન કર્યું હતું. શ્રીમદ્ ભાગવત કથા ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભાગવત કથાના શ્રવણથી માનવીને જીવનમાં સદાચાર, ધર્મ, સેવા, સમર્પણ અને સદભાવનાના માર્ગે આગળ વધવાની પ્રેરણા મળે છે.

આ કથાનું આયોજન સમસ્ત પિતૃઓના આત્મકલ્યાણ અને મોક્ષની ભાવના સાથે કરવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણની ભાવના પ્રસરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પવિત્ર ધાર્મિક આયોજનનું પુણ્યફળ સમસ્ત પિતૃઓને પ્રાપ્ત થાય અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ તથા સદભાવના લાવે તેવી ભાવના સાથે આયોજક સમુદાય દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande