બોટાદમાં વિશ્વ માર્ગ અકસ્માત સ્મૃતિ દિવસની ઉજવણી : અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અપાઈ
બોટાદ,15 નવેમ્બર (હિ.સ.)બોટાદમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની સ્મૃતિમાં અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ માર્ગ અકસ્માત સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જ્યોતિગ્રામ સર્કલ ખાતે સવારે 11 વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં
માર્ગ સલામતી અંગે કાર્યક્રમ યોજાયો


બોટાદ,15 નવેમ્બર (હિ.સ.)બોટાદમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની સ્મૃતિમાં અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ માર્ગ અકસ્માત સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જ્યોતિગ્રામ સર્કલ ખાતે સવારે 11 વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં ARTO બોટાદની ટીમ, સહાયક મોટર વાહન નિરીક્ષક એન.પી. બારૈયા તથા બોટાદ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને નાગરિકો જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોને યાદ કરીને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત સૌએ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ માર્ગ સલામતી અંગે જાગૃત રહેવાના શપથ લીધા હતા.

આ પ્રસંગે વાહનચાલકો અને મુસાફરોને માર્ગ સલામતીના નિયમો, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ તથા જવાબદારીપૂર્વક વાહન ચલાવવાના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત 'રાહવીર' (ગુડ સમેરિટન) યોજના વિશે માહિતી આપી અકસ્માત સમયે ઇજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અકસ્માત બાદનો 'ગોલ્ડન અવર' અત્યંત મહત્વપૂર્ણ હોવાથી કોઈપણ ભય કે સંકોચ વિના અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર મદદ પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી. માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીને કિંમતી માનવજીવન બચાવી શકાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande