
પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 18/11/2026 રોજ સવારે 11 કલાકે કે.બી.તાજાવાલા સ્કુલ, વાડિયા પેટ્ર્રોલ પમ્પ સામે,એમ.જી.રોડ,પોરબંદર ખાતે રોજગાર વાંચ્છુઓ ઉમેદવારો
માટે ખાસ શૈક્ષણિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક ખાનગી શાળાઓના નોકરી દાતાઓ
જેવી કે નેવી ચિલ્ડ્રન સ્કુલ, ચાણક્ય
સ્કુલ, કે.બી તાજાવાલા સ્કુલ, ચમ સ્કુલ, સિગ્મા સ્કુલ, માઉંટ લીટેરા ઝી સ્કુલ તેમજ સ્વામી
વિવેકાનંદ વિદ્યાલય રાણાવાવ અને શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલના પ્રતિનિધિઓ
ઉપસ્થિત રહીને વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ જેમાં 12 પાસ 55 % સાથે, ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજુએટ તથા શિક્ષણ સ્નાતક અને અનુ.સ્નાતક
સુધીનાં રોજગાર વાંચ્છું ઉમેદવારો માટે ઈન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું
છે. આ ખાસ નોંધનિય છે કે પોરબંદર જિલ્લાની તમામ ખાનગી શાળાઓ જેમણે જોબ ફેર માટે
રજીસ્ટ્રેશન કરાવેલ ન હોઈ તે તમામ ભાગ
લેવા ઇચ્છતા હોઈ તે ઉપરોક્ત તારીખ, સમય અને સ્થળ ખાતે હાજર રહી ભાગ લઈ શકશે. વધુ માહિતિ માટે જિલ્લા
રોજગાર કચેરીના નંબર 0286-2222041 પર
સમ્પર્ક કરવા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya