પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કાલે એરક્રાફ્ટ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે
ગીર સોમનાથ 17 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર પ્રભાસક્ષેત્રમાં આવેલા અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા આ સ્થળ પર ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન ‘વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કાલે એરક્રાફ્ટ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે


ગીર સોમનાથ 17 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર પ્રભાસક્ષેત્રમાં આવેલા અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા આ સ્થળ પર ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન ‘વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન’ દ્વારા સવારના સમયે ફ્લાયપાસ્ટ અને પુષ્પવર્ષા કરવામાં આવશે.

ગુજરાતના દરિયાકાંઠા પરથી ઉડાન ભરી અને ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન ‘વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન’ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. જેના ભાગરુપે વિવિધ એરક્રાફ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ પર પુષ્પવર્ષા કરી ભાવવંદના કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાની ટીમ 'માઉન્ટેન ઈગલ્સ' દ્વારા ૧૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ મધ્યપ્રદેશના મહુથી ૩,૨૦૦ કિલોમીટરની સફર ખેડવાનું સાહસિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના રૂટમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ઘણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોનો સમાવેશ થાય છે.

આ ટીમ અમરેલી થી દિવ, ઐતિહાસિક સોમનાથ મંદિર અને કેશોદ થઈ અને જામનગર પહોંચશે. આ દરમિયાન અભિયાનનો મુખ્ય હેતુ ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતીય સેનાની સાહસવૃત્તીના પ્રદર્શન સાથે જ આ સાહસિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સાહસની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande