સમી તાલુકાના બાસ્પામાં ‘રામકથા થી રાષ્ટ્રકથા’ જ્ઞાનયજ્ઞમાં દીકરીઓને યોગ અને સ્વરક્ષણની તાલીમ
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) : સમી તાલુકાના બાસ્પા ગામની મહર્ષિ દયાનંદ વિદ્યાસંકુલમાં ‘રામકથા થી રાષ્ટ્રકથા’ નામનો સાત દિવસીય જ્ઞાનયજ્ઞ યોજાઈ રહ્યો છે. જેમાં દરરોજ આશરે 65 દીકરીઓને યોગ, સ્વરક્ષણ અને વ્યક્તિત્વ વિકાસની તાલીમ આપવામાં આવે છે. સાથે ભગવાન શ
સમી તાલુકાના બાસ્પામાં ‘રામકથા થી રાષ્ટ્રકથા’ જ્ઞાનયજ્ઞમાં દીકરીઓને યોગ અને સ્વરક્ષણની તાલીમ


સમી તાલુકાના બાસ્પામાં ‘રામકથા થી રાષ્ટ્રકથા’ જ્ઞાનયજ્ઞમાં દીકરીઓને યોગ અને સ્વરક્ષણની તાલીમ


પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) : સમી તાલુકાના બાસ્પા ગામની મહર્ષિ દયાનંદ વિદ્યાસંકુલમાં ‘રામકથા થી રાષ્ટ્રકથા’ નામનો સાત દિવસીય જ્ઞાનયજ્ઞ યોજાઈ રહ્યો છે. જેમાં દરરોજ આશરે 65 દીકરીઓને યોગ, સ્વરક્ષણ અને વ્યક્તિત્વ વિકાસની તાલીમ આપવામાં આવે છે. સાથે ભગવાન શ્રીરામના આદર્શો, સંસ્કાર, જીવનમૂલ્યો અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવે છે.

જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને સમી તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ હેરા ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોએ કથાનું શ્રવણ કરી આયોજકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે રમેશભાઈ સિંધવે જણાવ્યું હતું કે વઢિયારની ધરતી પર સરસ્વતીની સાધના સાથે સનાતન ધર્મ અને ભારતમાતાની આરાધનાનો સુંદર સમન્વય થયો છે. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં ધાર્મિક આસ્થા, રાષ્ટ્રભક્તિ અને સંસ્કારોને મજબૂત કરવાનો છે.

દીકરીઓને આત્મનિર્ભર બનાવવા, આત્મવિશ્વાસ વધારવા અને જીવનના પડકારોનો સામનો કરવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. અજમલભાઈ આર્ય, તેમના પુત્ર કૌશિકસિંહ રાઠોડ અને પરિવારના સહયોગથી યોજાઈ રહેલા આ જ્ઞાનયજ્ઞમાં બાસ્પા સહિત આસપાસનાં ગામોના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande