શિયાળુ સિઝન માટે ખેડૂતોએ બિયારણ અને ખાતરની ખરીદી અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવા અનુરોધ
જુનાગઢ 17 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના તમામ ખેડૂતોને શિયાળુ સિઝન માટે જરૂરી બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવાયું છે કે, બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્
શિયાળુ સિઝન માટે ખેડૂતોએ બિયારણ અને ખાતરની ખરીદી અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવા અનુરોધ


જુનાગઢ 17 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના તમામ ખેડૂતોને શિયાળુ સિઝન માટે જરૂરી બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા જણાવાયું છે કે, બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાઇસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.

કોઈપણ સંજોગોમાં લાઇસન્સ પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ પેઢીઓ ફેરિયાઓ કે લેબાગુ તત્વ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવી નહીં જેથી છેતરપિંડીથી બચી શકાય.

બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાઇસન્સ નંબર પૂરું નામ સરનામું ખરીદેલ ઇનપુટ નું નામ લોટ નંબર વગેરે વિગત દર્શાવતું પાકું બિલ સહી સાથે અવશ્ય લેવું કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહીં. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો.

અનઅધિકૃત અથવા ભણતા નામના અન્ય બિયારણ ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande