
ભાવનગર 17 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢ–શાપુર રેલખંડ પર રેલવે ફાટક નંબર 82X (ચોબારી મધુરમ બાયપાસ), રેલવે કિલોમીટર 106/4-5 ખાતે રસ્તાની સપાટીના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી તા. 17 નવેમ્બર 2026ના રોજ રાત્રે 22:00 કલાકથી 18 નવેમ્બર 2026ના રોજ સવારે 03:00 કલાક સુધી નિર્ધારિત કરવામાં આવી છે.
આ સમારકામનો મુખ્ય ઉદ્દેશ રસ્તાની સપાટીને વધુ સારી બનાવવાની સાથે માર્ગ અને રેલવે ટ્રાફિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ કામગીરી સુરક્ષિત અને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે ઉપરોક્ત સમયગાળા દરમિયાન રેલવે ફાટક નંબર 82X પરથી માર્ગ વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે.
રેલવે વહીવટીતંત્ર દ્વારા વાહનચાલકો અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક માર્ગો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકો રેલવે ફાટક નંબર 83 (ચોબારી ગામ ફાટક) નો ઉપયોગ કરી શકશે. જ્યારે નાના વાહનોની અવરજવર માટે ઝાંઝેડા પુલ નો ઉપયોગ કરી શકાશે.
રેલવે વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ નિર્ધારિત સમયગાળા દરમિયાન અસુવિધાથી બચવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે તેમજ ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત સૂચનાઓનું પાલન કરે.
રેલવે વહીવટીતંત્ર મુસાફરો અને સામાન્ય જનતાની સુરક્ષા તથા વધુ સારી પરિવહન સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ જરૂરી સમારકામની કામગીરી સમયસર અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં નાગરિકોનો સહયોગ અપેક્ષિત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ