જામનગર જિલ્લામાં શેઠવડાળા નજીક પિકઅપની ટકકરથી બેરીકેટમાં માથુ અથડાતા વૃઘ્ધનું મૃત્યુ
જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના શેઠવડાળા ગામથી નરમાળા તરફ જવાના રસ્તે આવેલ ગાંગણપાટના પુલ પર બોલેરો પિકઅપની ટકકરથી લોખંડના બેરીકેટમાં માથુ અથડાતા ગંભીર ઇજા સબબ ધ્રાફા ગામના વૃઘ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું. સગપણ જોઇને પરત ગામ
ફરિયાદ


જામનગર, 17 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના શેઠવડાળા ગામથી નરમાળા તરફ જવાના રસ્તે આવેલ ગાંગણપાટના પુલ પર બોલેરો પિકઅપની ટકકરથી લોખંડના બેરીકેટમાં માથુ અથડાતા ગંભીર ઇજા સબબ ધ્રાફા ગામના વૃઘ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું. સગપણ જોઇને પરત ગામ જઇ રહયા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો. દરમ્યાનમાં પિકઅપ વાહનચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામજોધપુર તાલકુાના ધ્રાફા ગામમાં રહેતા રમેશભાઈ નાથાભાઈ મકવાણા (ઉ.વ.૩૭) ગત તા. ૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પોતાના પિતા નાથાભાઈ, માતા જયાબેન, ડાયાભાઈ અને કાકી કારીબેન સાથે જામનગર ખાતે સગપણ જોવા આવ્યા હતા. કામ પૂર્ણ થયા બાદ પરિવારના પાંચ સભ્યો બસમાં સમાણા ચેકપોસ્ટ સુધી પહોંચ્યા હતા. ત્યાંથી ધ્રાફા જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે મગફળીની ગુણીઓ ભરેલી જીજે-૧૦-ટીએક્સ-૬૭૬૦ નંબરની પીકઅપ બોલેરો આવી હતી. ચાલકે ધ્રાફા જવાનું હોવાથી પાંચેયને મગફળીની ગુણીઓ ઉપર બેસાડ્યા હતા.

દરમિયાન નરમાણા ગામથી શેઠવડાળા તરફ જતા માર્ગ પર ગાંગણપાટના પુલ પાસે સાંજના આશરે પોણા આઠ વાગ્યે પીકઅપ ચાલકે વાહન પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી પુલ ઉપર લગાવેલા લોખંડના બેરીકેટ નીચેથી પસાર કર્યું હતું. આ સમયે પીકઅપમાં બેઠેલા તમામ લોકો નીચે નમી ગયા હતા, પરંતુ નાથાભાઈ નમી ન શકતાં તેમનું માથું લોખંડના બેરીકેટ સાથે જોરથી અથડાયું હતું. જેથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી.

નાથાભાઈને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું, એ પછી મૃતકના પુત્ર રમેશભાઇ મકવાણા દ્વારા ગઇકાલે શેઠવડાળા પોલીસ મથકમાં બોલેરો પિકઅપના ચાલક સામે ફરીયાદ નોંધાવતા સ્થાનીક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande