કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભાવનગરના ડૉ. ગણેશ બારૈયાનું સન્માન
ભાવનગર,17 નવેમ્બર (હિ.સ.)ભાવનગરના ડૉ. ગણેશ બારૈયાને તેમની અસાધારણ સિદ્ધિ, સંઘર્ષમય જીવનયાત્રા અને સમાજ પ્રત્યેના યોગદાન બદલ પ્રતિષ્ઠિત ''રામોજી એક્સેલેન્સ એવોર્ડ-2026'' અંતર્ગત ''યુથ આઈકોન એવોર્ડ'' એનાયત કરવામાં આવ્યો છે. 16 નવેમ્બરના રોજ આંધ
ગણેશ બારૈયા નું સન્માન


ભાવનગર,17 નવેમ્બર (હિ.સ.)ભાવનગરના ડૉ. ગણેશ બારૈયાને તેમની અસાધારણ સિદ્ધિ, સંઘર્ષમય જીવનયાત્રા અને સમાજ પ્રત્યેના યોગદાન બદલ પ્રતિષ્ઠિત 'રામોજી એક્સેલેન્સ એવોર્ડ-2026' અંતર્ગત 'યુથ આઈકોન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. 16 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

રામોજી ગ્રુપના સ્થાપક સ્વ. રામોજી રાવની સ્મૃતિમાં આયોજિત આ સમારોહમાં દેશભરમાંથી 900થી વધુ પ્રતિભાઓની પ્રોફાઇલમાંથી નવ વિવિધ શ્રેણીમાં નવ મહાનુભાવોની પસંદગી કરવામાં આવી હતી. વિજેતાઓને રૂ. 10 લાખનો રોકડ પુરસ્કાર, સન્માનપત્ર અને વિશિષ્ટ મોમેન્ટો એનાયત કરાયા હતા.

સમારોહમાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ સૈયદ અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ડૉ. ગણેશ બારૈયાના શાળા સમયના શિક્ષક ડૉ. દલપતભાઈ કાતરિયા તથા ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબી શિક્ષક અને અંગદાન જનજાગૃતિ અભિયાનના કો-ઓર્ડિનેટર ડૉ. યશ દવેને પણ આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડૉ. ગણેશની સફળતામાં અનેક ગુરુજનો અને માર્ગદર્શકોનું યોગદાન રહ્યું છે. તેમની આ સિદ્ધિથી ભાવનગર સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande