પાટણમાં ધોળા દિવસે ફાયરિંગથી ચકચાર, બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ગોળીબાર કર્યો
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં આવેલા શ્રેય મોલ નજીક ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. રોટલીયા હનુમાન મંદિર નજીક આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય ફિટનેસ નીચે બુકાનીધારી શખ્સો દ્વારા અંદાજે 5
પાટણમાં ધોળા દિવસે ફાયરિંગથી ચકચાર, બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ગોળીબાર કર્યો


પાટણમાં ધોળા દિવસે ફાયરિંગથી ચકચાર, બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ગોળીબાર કર્યો


પાટણમાં ધોળા દિવસે ફાયરિંગથી ચકચાર, બુકાનીધારી શખ્સોએ 5થી 6 રાઉન્ડ ગોળીબાર કર્યો


પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં આવેલા શ્રેય મોલ નજીક ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. રોટલીયા હનુમાન મંદિર નજીક આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય ફિટનેસ નીચે બુકાનીધારી શખ્સો દ્વારા અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર કર્યા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક રહીશો, વેપારીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસવડા સહિત LCB, SOG અને બી-ડિવિઝન પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ હતી. હુમલાખોરો કઈ દિશામાંથી આવ્યા હતા અને કઈ દિશામાં ફરાર થયા હતા તે અંગે માહિતી મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને હુમલામાં સામેલ બુકાનીધારી શખ્સો કોણ હતા તે જાણવા પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનાં ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સાથે જ પોલીસ દ્વારા જરૂરી પુરાવા એકત્રિત કરી હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ધોળા દિવસે બનેલી આ ફાયરિંગની ઘટનાને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande