ભરૂચ નગરપાલિકાના મકતમપુર ગામમાં દોઢ કરોડનું લેક ગાર્ડન જાળવણીના અભાવે ખંડેર બન્યું
તળાવમાં છેલ્લા 5 વર્ષથી વરસાદી પાણી ન ભરાતા ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે - નગરપાલિકા સરકારના દોઢ કરોડનું આંધણ કર્યા બાદ મકતમપુરનો બગીચાની જાળવણી કરવામાં નિષ્ફળ ભરૂચ,17 નવેમ્બર (હિ.સ.) ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં.6માં આવેલ મકતમપુરના લેક એટ ગાર
ભરૂચ નગરપાલિકાના મકતમપુર ગામમાં દોઢ કરોડનું લેક ગાર્ડન જાળવણીના અભાવે ખંડેર બન્યું


ભરૂચ નગરપાલિકાના મકતમપુર ગામમાં દોઢ કરોડનું લેક ગાર્ડન જાળવણીના અભાવે ખંડેર બન્યું


ભરૂચ નગરપાલિકાના મકતમપુર ગામમાં દોઢ કરોડનું લેક ગાર્ડન જાળવણીના અભાવે ખંડેર બન્યું


ભરૂચ નગરપાલિકાના મકતમપુર ગામમાં દોઢ કરોડનું લેક ગાર્ડન જાળવણીના અભાવે ખંડેર બન્યું


- તળાવમાં છેલ્લા 5 વર્ષથી વરસાદી પાણી ન ભરાતા ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે

- નગરપાલિકા સરકારના દોઢ કરોડનું આંધણ કર્યા બાદ મકતમપુરનો બગીચાની જાળવણી કરવામાં નિષ્ફળ

ભરૂચ,17 નવેમ્બર (હિ.સ.) ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં.6માં આવેલ મકતમપુરના લેક એટ ગાર્ડનના નગરપાલિકા સરકારી યોજનામાંથી જ દોઢ કરોડનું આંધણ કર્યા બાદ પણ મકતમપુરનો લેક એટની જાળવણી કરવામાં નિષ્ફળ, ડેવલોપીંગ અને બ્યુટીફીકેશન માટે સવા કરોડ ઉપરાંતનું આંધણ કર્યા બાદ આ ગાર્ડન ખંડેર બની જવા સાથે દારૂડીયાઓ માટે આશ્રય સ્થાન બનતા સ્થાનિક નગર સેવકો સાથે ભરૂચ નગરપાલિકા સરકારની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલા ગાર્ડનની જાળવણી કરવામાં નિષ્ફળ રહયું હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે.

ભરૂચ નગરપાલિકાની હદમાં મકતમપુર ગામને આવરી લીધા બાદ આ ગામ છેલ્લા 15 વર્ષથી ભરૂચ નગરપાલિકા હસ્તક આવતો આ વિસ્તાર ભાજપનું ગઢ માનવામાં આવે છે અને જયારથી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યું ત્યારથી મકતમપુરમાં ભાજપના નગર સેવકો ભાજપના જ સિમ્બોલ ઉપર ચૂંટાઈ આવે છે પરંતુ વિકાસના કામો કરવામાં નિષ્ફળ રહેતાં 2022માં આ વોર્ડના મહિલા નગર સેવિકા હેમુ પટેલ પ.વ.ડી.ના ચેરમેન છે જેને લઈ તેઓએ પોતાના વિસ્તારના લોકો વહેલી સવારે વોકીંગ કરી શકે, શાંતિનો અનુભવ કરે તે માટે તથા સિનિયર સીટીઝનો પણ બેસી શકે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આઉટ ગ્રોથની ગ્રાન્ટમાંથી અંદાજીત 1.46 કરોડનાના ખર્ચે મકતમપુરના તળાવના ડિઝાઈનીંગ, ડેવલોપીંગ એન્ડ બ્યુટીફીકેશન ઓફ મકતમપુર લેક એટના નિર્માણ માટે રીટાબેન પટેલ નામની એજન્સીને કામ આપતા સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ સ્થાનિકો માટે લેક એટ ગાર્ડન ખુલ્લુ મુકાયું પરંતુ તળાવમાં 5 વર્ષથી ચોમાસાનું પાણી કે નગરપાલિકાનું પાણી ન આવતા બ્યુટીફીકેશન પાછળ કરેલ ખર્ચ નિષ્ફળ જવા સાથે સંપૂર્ણ ખંડેર બની ઝાડીઝાખરા ઉગી નિકળતા ખંડેર અવાવરૂ બની જતા દારૂડીયાઓ માટે આશ્રય સ્થાન બની ગયું છે .

મુખ્ય નોંધનીય બાબત એ છે કે આ જ વોર્ડના વિભૂતિબા યાદવ નગરપાલિકામાં પ્રમુખ પદ ઉપર બિરાજમાન થતાં જ તેઓએ પોતાના નામ સાથેના બાકડા મુકાવ્યા હતા તે બાકડા પણ છુટા પડી ગયા છે કોઈ ઈસમોએ તોડી નાખ્યા છે જેને લઈને સરકારની દોઢ કરોડની રકમ, સ્થાનિક નગર સેવકો અને નગર પાલિકાની નિષ્કાળજી અને નિષ્ફળતા લેક એટ ગાર્ડનની જાળવણી કરવામાં લાપરવાહ બનતા આજે સરકારની સવા કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી થયેલો વિકાસ ખંડેર સ્થિતિમાં જોવા મળી રહયો છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, નગરપાલિકાએ પોતાના હસ્તક રહેલો મકતમપુર લેક એટ ગાર્ડનને મેન્ટેન કરવા માટે નગરપાલિકાએ કર્મચારી મુકવાના હોય છે એ પણ નથી મુક્યા ઉપરાંત સ્થાનિક નગર સેવકો લોકાર્પણ બાદ ગુમ થયા હોય અને ચૂંટણી ટાણે જ મત માટે નિકળતા જેને લઈને નગરપાલિકાની ગ્રાન્ટો વિકાસના નામે વિનાશમાં ફેરવાઈ ગઈ છે જેને લઈને હાલમાં ખંડેર બની ગયેલા મકતમપુરના લેક એટ ગાર્ડનની ઘણી દિવાલો પણ તૂટી ગઈ છે આવામાં રાત્રીના સમયે કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ બનશે કારણ કે ઈલેકટ્રીકના વાયરો છુટા અને દારૂડીયાઓ દારૂના સેવન બાદ બોટલો, ચાંખણા અને દારૂના ગ્લાસો પણ ત્યાં જ ફેકીને જતાં રહે છે. નગર પાલિકા સફાઈ કરવામાં નિષ્ફળ રહેતાં સરકારનું સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો સેસન પુરતું જ રહી ગયું છે.

મકતમપુરમાં 5 વર્ષ પહેલા લોકાર્પણ કરાયેલા લેક એટ ગાર્ડન ખંડેર બન્યું છે અને આ ગાર્ડનમાં પૂર્વ પ્રમુખના નામ સાથેના બાકડાઓ સાથે સંપૂર્ણ ગાર્ડન ઝાડીઝાખરા ઉગી નીકળતા અને દારૂડીયાઓ માટે આશ્રય સ્થાન બન્યું હોય તે મુદે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિબા યાદવ સ્થાનિક નગર સેવકનો સંપર્ક કરતાં તેઓએ કહયું કે આ બાબતે હું તપાસ કરાવું છું અને આવું કંઈ હશે તો સાફ સફાઈ કરાવીશું અને જરૂર પડે તો નવા બાકડાઓ પણ મુકાવી લોકોની સુવિધા કરવામાં આવશે તેમ કહી ખંડેર બનેલા મકતમપુરના લેક એટ ગાર્ડનથી વોર્ડના જ નગર સેવક અજાણ હોવાનું કહી બચાવ કર્યો હતો.

2022માં હેમુપટેલ પ.વ.ડી.ના પૂર્વ ચેરમેન અને મત વિસ્તારના લોકો માટે સુવિધા પુરી પાડવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી લેક એટ ગાર્ડનમાં ડિઝાઈનીંગ, ડેવલોપીંગ અને બ્યુટીફીકેશન માટે દોઢ કરોડ મંજુર કરી કામ કરાયું હતું અને સ્થાનિકો માટે સુવિધા કારક બન્યું પરંતુ નગરપાલિકાએ જાળવણી કરવાની હોય જે હાલ જાળવણી કરવામાં નિષ્ફળ રહયા હોય અમે નગર કેપાલિકાનું ધ્યાન દોરાવી ખંડેર બનેલા ગાર્ડનને પુનઃ લોકો માટે સુવિધારૂપ બનાવવાના પ્રયાસો કરીશું તેમ નગર સેવકે કહયું હતું.

ભરૂચ નગર પાલિકામાં સત્તાપક્ષ પોતાની મનમાની ચલાવી રહયું છે મન ફાવે તેવા નિર્ણયો લઈ નગર પાલિકાને દેવામાં ડુબાડી રહી છે. સરકારની ગ્રાન્ટમાંથી જ મકતમપુરમાં દોઢ કરોડનું લેક એટ ગાર્ડનની સમયસર જાળવણી કરી હોત તો આ ગાર્ડન લોકો માટે આર્શિવાદરૂપ બન્યું હોત પરંતુ નગરપાલિકાની નિષ્કાળજીના કારણે દોઢ કરોડનું ગાર્ડન ખંડેર બની ગયું અને હવે પુનઃ તેના નિર્માણ માટે વધુ સરકારી ગ્રાન્ટ ફાળવણી કરી નગર પાલિકાને દેવામાં ડુબાડશે તેવો આક્ષેપ પણ જીગ્નેશ બ્રહમભટ્ટ કોગ્રેસના નગર સેવકે

કર્યો છે.

મકતમપુરના દોઢ કરોડનાં લેક એટ ગાર્ડન ખંડેર બન્યું છે કોઈ દેખરેખ રાખતું નથી દારૂની મહેફીલો સાથે પ્રેમી પંખીડાઓ પણ અડિંગો જમાવતા હોય જેથી આ ગાર્ડનમાં નગરપાલિકાએ એક કર્મચારી મુકવો જોઈએ સાથે સાચા અર્થમાં ગાર્ડનમાં રહેલા વૃક્ષોનું જતન થાય અને તળાવની ફરતે બનાવેલી દીવાલો પણ જર્જરીત બની છે સંપુર્ણ ગાર્ડન ખંડેર બની ગયું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહયા છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande