રાજકોટમાં દારૂના નશામાં માથાકૂટ કરવી ભારે પડી: ૧૧૨ પર ફોન કરનાર અને સામેવાળો બંને ઝડપાયા
જંગલેશ્વર વિસ્તારમાં રાત્રે થયેલી બોલાચાલી બાદ પોલીસે બંને શખ્સોને ભક્તિનગર પોલીસ સ્ટેશને લઈ જઈ તપાસ કરતાં બંને નશાની હાલતમાં હોવાનું ખુલ્યું રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગત રાત્રિના સમયે બે શખ્સો વચ્ચે થયેલી સામ
ધરપકડ


જંગલેશ્વર વિસ્તારમાં રાત્રે થયેલી બોલાચાલી બાદ પોલીસે બંને શખ્સોને ભક્તિનગર પોલીસ સ્ટેશને લઈ જઈ તપાસ કરતાં બંને નશાની હાલતમાં હોવાનું ખુલ્યું

રાજકોટ, 17 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગત રાત્રિના સમયે બે શખ્સો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં પોલીસની મદદ માટે ૧૧૨ નંબર પર ફોન કરવો ખુદ ફોન કરનારને જ ભારે પડ્યો છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમ બંને શખ્સોને ભક્તિનગર પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, જ્યાં પૂછપરછ દરમિયાન બંને શખ્સો દારૂ પીધેલી હાલતમાં જણાતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જંગલેશ્વર મેઇન રોડ પર આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતા અશોક શામજી મકવાણા (ઉ.વ.૪૨) અને તેની જ શેરીમાં રહેતા મહેન્દ્ર મનસુખ સિંધવ (ઉ.વ.૨૯) વચ્ચે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ દરમિયાન મહેન્દ્ર સિંધવે પોલીસની મદદ મેળવવા માટે ઈમરજન્સી નંબર ૧૧૨ પર કોલ કર્યો હતો.

કોલ મળતા જ ૧૧૨ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ ચેત છગન ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મામલો થાળે પાડી બંને શખ્સોને વધુ પૂછપરછ માટે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. અહીં ઇન્વેસ્ટિગેશન રૂમમાં કોન્સ્ટેબલ રાજેશ સાકરીયાએ બંને પાસેથી ઘટનાની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી ત્યારે બંને શખ્સો દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande