

પોરબંદર, 17 નવેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુદામા ડેરી) દ્વારા પશુપાલકોના હિતમાં
વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ડેરીના ચેરમેન ડૉ. આકાશ રાજશાખાના નેતૃત્વ હેઠળ
નવેમ્બર મહિનામાં બીજી વખત દૂધના ખરીદ ભાવમાં
વધારો જાહેર કરવામાં આવ્યો છે. આગામી 21 નવેમ્બરથી પ્રતિ કિલો ફેટે રૂ.15નો વધારો અમલી બનશે. આ અગાઉ નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ
પ્રતિ કિલોફેટે રૂ.15નો વધારો કરવામાં આવ્યો હતો. આમ, માત્ર 21 દિવસમાં બે વખત ભાવ વધારો થતાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે કુલ રૂ.30નો વધારો મળશે.અત્યાર સુધી પ્રતિ કિલો ફેટે દૂધનો
ખરીદભાવરૂ.885 અને રૂ.15નું વધારાનું મિલ્ક ઇન્સેન્ટિવ મળી કુલ રૂ.900 ચૂકવવામાં આવતા હતા. નવા ભાવવધારા બાદ દૂધનો ખરીદભાવ રૂ.900 થશે અનેરૂ.15ના મિલ્ક ઇન્સેન્ટિવ સાથે પશુપાલકોને કુલરૂ.915 પ્રતિ કિલો ફેટે ચૂકવવામાં આવશે. આ નવાભાવ 21 નવેમ્બર,
2026થી અમલી બનશે.આ નિર્ણય અંગે ચેરમેન ડૉ. આકાશ
રાજશાખાએ જણાવ્યું હતું કે, પશુપાલક પરિવારોની મહેનત અને વિશ્વાસ સુદામા ડેરીની સૌથી મોટી શક્તિ
છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી પશુઓની સંભાળ
રાખીને દૂધ ઉત્પાદન કરતા પશુપાલકોને તેમની
મહેનતનું યોગ્ય વળતર મળવું જોઈએ. દૂધના
ખરીદભાવમાં વધારો એ માત્ર આર્થિક નિર્ણય નથી, પરંતુ તેની સાથે પશુપાલક પરિવારોની આવક, બાળકોનું શિક્ષણ, પશુઓની સંભાળ અને તેમના ઉજ્જવળ
ભવિષ્યની આશાઓ જોડાયેલી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુદામા ડેરી સાથે જોડાયેલા દરેક પશુપાલક પરિવારનું
આર્થિક સશક્તિકરણ અમારી પ્રાથમિકતા છે.
પશુઆહાર, ઘાસચારો, પશુચિકિત્સા સહિતના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને પશુપાલકોને યોગ્ય અને
સ્પર્ધાત્મક ભાવ મળી રહે તે માટે સતત પ્રયાસો
કરવામાં આવી રહ્યા છે. ડેરીની પ્રગતિનો સીધો લાભ
પશુપાલકો સુધી પહોંચે અને તેમની આર્થિક સ્થિતિ વધુ
મજબૂત બનેતે દિશામાં સંઘ આગળ વધતો રહેશે.
પશુપાલકોનો વિશ્વાસ જાળવી રાખીને તેમના હિતમાં
નિર્ણયો લેતા રહેવું એ અમારી જવાબદારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya