ગિરનાર પરિક્રમા ૨૦૨૬ : શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ ૪૫૦ બસો ચલાવશે
જૂનાગઢથી ભવનાથ તળેટી વચ્ચે ૫૦ મિની બસોનું સંચાલન કરવામાં આવશે જુનાગઢ 17 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમા ૨૦૨૬ માટે શ્રદ્ધાળુઓની સુવિધા અર્થે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્
ગિરનાર પરિક્રમા ૨૦૨૬ : શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ ૪૫૦ બસો ચલાવશે


જૂનાગઢથી ભવનાથ તળેટી વચ્ચે ૫૦ મિની બસોનું સંચાલન કરવામાં આવશે

જુનાગઢ 17 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમા ૨૦૨૬ માટે શ્રદ્ધાળુઓની સુવિધા અર્થે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન અંતર્ગત જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી વચ્ચે ૫૦ મિની બસો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરાશે તેમજ જરૂર જણાયે વધારાની બસો પણ મૂકવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે બસ સ્ટેશન પર આધુનિક મંડપ સાથે ૧ થી ૪ પ્લેટફોર્મ, ૮ ક્યુ લાઈન, હાઈજેનિક ટોયલેટ બ્લોક, સી.સી.ટી.વી. કેમેરા, આર.ઓ. શુદ્ધ પીવાનું પાણી અને બે વધારાના રિઝર્વેશન કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે.

નિગમની તમામ બસોમાં ૧૦૦% જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવશે અને શ્રદ્ધાળુઓ ઓ.ટી.પી.એલ. મશીન દ્વારા કેશલેસ કે ડિજિટલ પેમેન્ટ કરી શકશે. જૂનાગઢથી સોમનાથ, દ્વારકા, અમદાવાદ, વડોદરા, કચ્છ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને મોરબી આવતા-જતા શ્રદ્ધાળુઓ માટે ૨૩૦ બસો તથા અન્ય વિભાગોની ૧૭૦ બસો મળી કુલ ૪૫૦ બસો દ્વારા સંચાલન થશે. આ સમગ્ર મેળા દરમિયાન નિગમના અધિકારીઓ, સુપરવાઈઝરો અને અન્ય કર્મચારીઓ મળી કુલ ૭૫૦થી વધુ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande