કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાને પડકાર! ખિદરત ટાપુ પર પરવાનગી વિના પ્રવેશ કરનારા પાંચ માછીમારો ઝડપાયા, જખૌ મરીન પોલીસ અને SOGની સંયુક્ત કાર્યવાહી
સંવેદનશીલ ટાપુ પર કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી પહોંચ્યા હતા પાંચેય ઇસમો; બોટને કિનારે લાંગરી ત્રણ ટાપુ પર ગયા, જ્યારે બે બોટમાં રહી રાખતા હતા નજર કચ્છ,17 નવેમ્બર (હિ.સ.) કચ્છના દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જખૌ મરીન પોલીસ દ્વા
ખિદરત ટાપુ પર પરવાનગી વિના પ્રવેશ કરનારા પાંચ માછીમારો ઝડપાયા


ખિદરત ટાપુ પર પરવાનગી વિના પ્રવેશ કરનારા પાંચ માછીમારો ઝડપાયા


ખિદરત ટાપુ પર પરવાનગી વિના પ્રવેશ કરનારા પાંચ માછીમારો ઝડપાયા


- સંવેદનશીલ ટાપુ પર કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી પહોંચ્યા હતા પાંચેય ઇસમો; બોટને કિનારે લાંગરી ત્રણ ટાપુ પર ગયા, જ્યારે બે બોટમાં રહી રાખતા હતા નજર

કચ્છ,17 નવેમ્બર (હિ.સ.) કચ્છના દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જખૌ મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સંવેદનશીલ ખિદરત ટાપુ પર કોઈપણ પ્રકારની સત્તાવાર પરવાનગી વિના પહોંચેલા પાંચ માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા છે. જખૌ મરીન પોલીસ અને પશ્ચિમ કચ્છ-ભુજની SOG ટીમે સંયુક્ત રીતે હાથ ધરેલી આ કામગીરીમાં માછીમારી માટે ઉપયોગમાં લેવાતી બોટ પણ તપાસના દાયરામાં લેવામાં આવી હતી. સંવેદનશીલ દરિયાઈ ટાપુઓ પર અનધિકૃત અવરજવર અટકાવવા માટે તંત્રની સતર્કતાનો આ કાર્યવાહી દ્વારા પરિચય થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જખૌ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ઝાલાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક માછીમારો જરૂરી પાસ-પરમિટ અને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી મેળવ્યા વિના ખિદરત ટાપુ પર હાજર છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનથી આશરે એક કિલોમીટર પશ્ચિમ દિશામાં આવેલા ખિદરત ટાપુ નજીક દરિયામાં તપાસ કરતાં એક માછીમારી બોટ લાંગરીને ઊભી રાખેલી જોવા મળી હતી.

પોલીસે તપાસ કરતાં બોટનું નામ 'અજમેરી-26' અને રજિસ્ટ્રેશન નંબર IND-GJ-12-MM-668 હોવાનું સામે આવ્યું હતું. બોટમાં સવાર પાંચ પૈકી ત્રણ માછીમારો કોઈપણ સત્તાવાર મંજૂરી વિના ટાપુ પર ઊતર્યા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ બોટને ટાપુના કિનારે લાંગરી ટાપુ પર ગયેલા સાથીઓની દેખરેખ રાખી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. પોલીસ દ્વારા પાસ-પરમિટ અને મંજૂરી અંગે પૂછપરછ કરવામાં આવતાં તેઓ કોઈ અધિકૃત દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા.

આ રીતે પાંચેય વ્યક્તિઓએ કચ્છના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જાહેરનામા નંબર મેજી/પોલ-1/ટાપુ/જાહેરનામું/10/2026, 03-10-2026 મુજબ 04 ઓક્ટોબરથી 02 ડિસેમ્બર 2026 સુધીના નિયંત્રણોનો ભંગ કરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા પાંચેય આરોપીઓ આધુ ગફુર ચબા , ચબા કાદર જાકબ, ચબા ઉમર ગફુર , પાંજરી હારૂનરશીદ સુલેમાન અને ચબા મામદ જાકુ હોવાનું જાણવા મળ્યું છે. તમામનો મૂળ વતન મોઢવા, તાલુકો માંડવી અને હાલનું રહેઠાણ જખૌ બંદર હોવાનું પોલીસ વિગતોમાં જણાવાયું છે.

આ સમગ્ર કામગીરી જખૌ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ઝાલાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં ASI જોરાવરસિંહ ગગુભા જાડેજા, પશ્ચિમ કચ્છ SOG શાખાના તેમજ જખૌ મરીન પોલીસના કોન્સ્ટેબલ લાલાભાઈ મગનભાઈ રબારી અને મેહુલભાઈ શંકરભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

કચ્છનો દરિયાઈ વિસ્તાર સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોવાથી પ્રતિબંધિત ટાપુઓ પર પ્રવેશ માટે નિયત મંજૂરી અને પાસ-પરમિટનું પાલન કરવું અનિવાર્ય છે. પોલીસની આ કાર્યવાહીએ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી કે નિયમભંગ સામે તંત્રની સક્રિયતા દર્શાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande