પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળના 15મા સરસ્વતી સન્માન સમારોહમાં શિક્ષણ અને સંસ્કારનો સંગમ સર્જાયો, મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સર કરવા આપી પ્રેરણા
કચ્છ, 17 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં સામાજિક એકતા સાથે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવાના પ્રયાસરૂપે નખત્રાણા તાલુકાના મોરજર ગામે પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળ દ્વારા 15મા સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની શૈક્ષણિક પ્રતિભાઓને ઓળખ આપી તેમની સિદ્ધિઓને બિરદાવવા યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સાહ, ઉમંગ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. સમારોહ દરમિયાન વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવનાર આશરે 200 જેટલા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોરજર અખાડાના પરમ પૂજ્ય મહંત દિલીપરાજા કાપડી, ભાજપના કચ્છ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ગોવર્ધન કન્યા છાત્રાલયના પ્રમુખ ત્રિકમભાઈ, યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ આહીર, ઉદ્યોગપતિ અને ભુજોડી કન્યા છાત્રાલયના પ્રમુખ બાબુભાઈ હુબલ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજેશભાઈ આહીર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જામનગરના જિલ્લા સહાયક નિરીક્ષક વર્ગ-1 વિક્રમભાઈ ખુંગલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજના વર્ગ-2 અધિકારી કરશનભાઈ ઢીલા, સમાજના પ્રમુખ હમીરભાઈ આહીર સહિત સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સન્માનિત વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ જ વ્યક્તિના જીવનને નવી દિશા આપવાનું સૌથી સશક્ત માધ્યમ છે. માત્ર શૈક્ષણિક ડિગ્રી મેળવવી જ નહીં, પરંતુ જ્ઞાન, સંસ્કાર, શિસ્ત અને મહેનતના આધારે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવી પણ એટલી જ જરૂરી છે. વિદ્યાર્થીઓને નિષ્ફળતાથી નિરાશ થયા વિના આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરવા આહ્વાન કરાયું હતું.

આવા સન્માન સમારોહથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે નવી પ્રેરણા જાગે છે અને અન્ય બાળકોને પણ આગળ વધવાની દિશા મળે છે. સમાજની દીકરીઓને શિક્ષણમાં સમાન તકો મળે અને યુવા પ્રતિભાઓ પોતાની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે તેવો સંદેશ પણ આ આયોજનમાંથી પ્રગટ થયો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પશ્ચિમ કચ્છ આહીર યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ તથા તેમની ટીમે આયોજનબદ્ધ રીતે જહેમત ઉઠાવી હતી. મોરજર ખાતે યોજાયેલો આ શૈક્ષણિક મહોત્સવ માત્ર વિદ્યાર્થીઓના સન્માન પૂરતો સીમિત ન રહેતાં સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ, એકતા અને પ્રગતિનો સંકલ્પ વધુ મજબૂત કરતો પ્રેરણાદાયી અવસર બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar