બુલેટ ટ્રેન રૂટ નજીક દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 24 વર્ષીય યુવકની ધરપકડ
સુરત, 17 નવેમ્બર (હિ.સ.): સુરતના સચીન વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. સચીન પોલીસને મળેલી બાતમીના આધારે સચીન-મોહિણી-નિયોલ રોડ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પોલ નંબર-261 નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ સફે
Large Stock of Liquor Seized


સુરત, 17 નવેમ્બર (હિ.સ.): સુરતના સચીન વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. સચીન પોલીસને મળેલી બાતમીના આધારે સચીન-મોહિણી-નિયોલ રોડ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પોલ નંબર-261 નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ સફેદ i-20 કારને રોકીને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

કારની તલાશી દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની 1,800 બોટલો અને બિયરના 552 ટીન મળી કુલ 2,352 નંગ જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂ-બિયરની અંદાજિત કિંમત રૂ. 4.62 લાખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કારચાલક ચીરાગ પ્રહલાદભાઈ પરમાર (ઉં.વ. 24), રહેવાસી કડોદરા,ની સ્થળ પરથી ધરપકડ કરી હતી.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 6 લાખની i-20 કાર, રૂ. 4.62 લાખનો દારૂ-બિયરનો જથ્થો અને રૂ. 5 હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂ. 10.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે સચીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande