પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રૂ.54.97 કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટલાઇટ અને સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનો પ્રારંભ
પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓના વિકાસ, નાગરિકોની સુખાકારી અને જાહેર સલામતીને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રૂ. 54.97 કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટલાઇટ અને સીસીટીવ
પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા રૂ. 54.97 કરોડના  ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટલાઇટ  અને  સીસીટીવી  કેમેરા  પ્રોજેક્ટનો  પ્રારંભ.


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા રૂ. 54.97 કરોડના  ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટલાઇટ  અને  સીસીટીવી  કેમેરા  પ્રોજેક્ટનો  પ્રારંભ.


પોરબંદર  મહાનગરપાલિકા  દ્વારા રૂ. 54.97 કરોડના  ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટલાઇટ  અને  સીસીટીવી  કેમેરા  પ્રોજેક્ટનો  પ્રારંભ.


પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓના વિકાસ, નાગરિકોની સુખાકારી અને જાહેર સલામતીને

વધુ સુદૃઢ બનાવવાના હેતુથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રૂ. 54.97 કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટલાઇટ અને

સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનો લાભ પાંચમના પવિત્ર દિવસે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ત્રણ માઈલ પાસે આવેલી હોનેસ્ટ હોટેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત

મહાનુભાવોના હસ્તે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, મહાનગરપાલિકા કમિશનર ટી.સી. તીરથાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, ડેપ્યુટી

કમિશનર કિશન બી. ગરસર તથા મનન ચતુર્વેદી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન

તિવારી, જિલ્લા રેડક્રોસ સોસાયટીના ચેરમેન તથા

જિલ્લા ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા અને લાઈટ વિભાગના ચેરમેન નીરવભાઈ દવે

સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકાના શહેર વિસ્તારના તમામ 13 વોર્ડમાં કુલ 15,519 નવી સ્ટ્રીટલાઇટ લગાવવામાં આવશે. આ

કામગીરીથી શહેરના આંતરિક માર્ગો, રહેણાક

વિસ્તારો અને વિવિધ વિસ્તારોમાં પ્રકાશ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે.

નાગરિકોને રાત્રિના સમયે અવરજવર કરવામાં વધુ સુવિધા મળશે તેમજ અંધારાવાળા વિસ્તારોમાં

પૂરતા પ્રકાશની વ્યવસ્થા ઊભી થશે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર આધુનિક

સુવિધાઓથી સજ્જ કુલ 989 સ્માર્ટ પોલ ઊભા કરવામાં આવશે તથા શહેરના મુખ્ય માર્ગો અને ચોપાટી

વિસ્તારમાં કુલ 3,031

સ્માર્ટ સ્ટ્રીટલાઇટ લગાવવામાં આવશે. આ આધુનિક લાઇટિંગ વ્યવસ્થાથી શહેરના મુખ્ય

માર્ગો અને દરિયાકાંઠાના ચોપાટી વિસ્તારને વધુ પ્રકાશિત અને સુવ્યવસ્થિત બનાવવામાં

આવશે. શહેરમાં હાલમાં કાર્યરત તમામ સ્ટ્રીટલાઇટ પેનલોને બદલીને નવી આધુનિક સ્માર્ટ

પેનલો સ્થાપિત કરવામાં આવશે. આ વ્યવસ્થાથી સ્ટ્રીટલાઇટના સંચાલન અને નિયંત્રણની

કામગીરી વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનશે. શહેરની લાઇટિંગ વ્યવસ્થાનું સંચાલન વધુ

અસરકારક રીતે કરી શકાશે. સાથે જ જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને

શહેરના મુખ્ય માર્ગો, વિવિધ સર્કલો અને ચોપાટી વિસ્તારમાં

કુલ 257

સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાની સ્થાપનાથી જાહેર સ્થળો પર દેખરેખ

રાખવામાં મદદ મળશે તેમજ ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને કોઈપણ અનિચ્છનીય બનાવની તપાસમાં સીસીટીવી કેમેરા

મહત્વપૂર્ણ સાબિત થશે. આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી બે વર્ષના સમયગાળામાં પૂર્ણ

કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપિત કરવામાં આવનાર

લાઇટિંગ સિસ્ટમ અને સીસીટીવી કેમેરાની મરામત તેમજ નિભાવણીની જવાબદારી સંબંધિત

એજન્સી દ્વારા પાંચ વર્ષ સુધી નિભાવવામાં આવશે, જેથી પ્રોજેક્ટની સુવિધાઓ લાંબા સમય સુધી કાર્યરત અને જળવાયેલી રહે

તે સુનિશ્ચિત કરી શકાય. આ સમગ્ર પ્રોજેક્ટ રૂ. 54,97,42,240 નો હોવાનું જણાવવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકાની આ

મહત્વપૂર્ણ પહેલથી શહેરના તમામ 13 વોર્ડમાં પ્રકાશ વ્યવસ્થામાં સુધારો થવાની સાથે મુખ્ય માર્ગો અને

ચોપાટી વિસ્તાર આધુનિક લાઇટિંગથી ઝળહળી ઊઠશે. સ્માર્ટ પોલ, સ્માર્ટ સ્ટ્રીટલાઇટ, આધુનિક સ્માર્ટ પેનલો અને સીસીટીવી

કેમેરા જેવી સુવિધાઓથી શહેરના માળખાકીય વિકાસને નવી દિશા મળશે. સાથે જ નાગરિકોની

અવરજવર વધુ સુવિધાજનક બનશે અને જાહેર સલામતી તથા સુરક્ષાને વધુ મજબૂતી મળશે.

સ્માર્ટ પોરબંદરના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ પ્રોજેક્ટ શહેરના વિકાસનું એક

મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande