
પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરમાં ગાયત્રીહાઇટ્સથી થોડે આગળ સર્વિસ રોડ પર પૂરઝડપે અનેબેદરકારીથી મોટરસાઇકલ ચલાવતા ચાલકે એક્સેસ મોપેડને ટક્કર મારતાં દંપતીને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગેગોકુલનગરમાં ભારત ગેસવાળી ગલીમાં સાઇબાબા મંદિર પાસે રહેતાં રેખાબેન બ્રિજેશભાઇ જોષી (ઉં.વ.37)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ પોતાના પતિ સાથે એક્સેસ મોપેડ નંબર GJ-25-AC-7782 પર પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે સામેથી આવતી મોટરસાઇકલ નંબર GJ-11-CM-8985ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીભરી રીતે મોટરસાઇકલ હંકારી તેમના મોપેડને ટક્કર મારી હતી. અકસ્મતમાં રેખાબેનને કપાળ અને કોણીના ભાગે છોલાવાની ઇજાઓ થઈ હતી, જ્યારે તેમના પતિને માથામાં ગંભીર ઇજા, ડાબા પગના નળાના ભાગે લોહી નીકળે તેવી ઇજા તેમજ જડબામાં ફ્રેક્ચર જેવી ઇજાપહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ મોટરસાઇકલચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya