હિમાચલ પ્રદેશમાં FCI, CWC અને BISની કામગીરીની સમીક્ષા
ભાવનગર,17 નવેમ્બર (હિ.સ.)હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ ભારતીય ખાદ્ય નિગમ (FCI), કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC) અને ભારતીય માનક બ્યુરો (BIS)ની કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં ખાદ્યાન્
સમીક્ષા કરતા નિમુબેન


ભાવનગર,17 નવેમ્બર (હિ.સ.)હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ ભારતીય ખાદ્ય નિગમ (FCI), કેન્દ્રીય ભંડારણ નિગમ (CWC) અને ભારતીય માનક બ્યુરો (BIS)ની કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં ખાદ્યાન્નની ખરીદી અને વિતરણ વ્યવસ્થા, સંગ્રહ સુવિધાઓમાં વધારો તથા ગુણવત્તા ધોરણો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રી નિમુબેન બાંભણિયાએ હિમાચલ પ્રદેશના દુર્ગમ પહાડી વિસ્તારોમાં પણ રેશનકાર્ડધારકોને સમયસર અનાજ મળી રહે તે માટે કરવામાં આવતા પ્રયાસોની માહિતી મેળવી હતી. રાજ્યમાં 5,445 વાજબી ભાવની દુકાનો મારફતે 19,85,329 રેશનકાર્ડ હેઠળ 71,52,401 લાભાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવે છે. તમામ રેશનકાર્ડનું આધાર જોડાણ પૂર્ણ થયું છે અને દુકાનોમાં ePoS વ્યવસ્થા કાર્યરત છે.

CWCની સમીક્ષા દરમિયાન હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં કુલ 30 ગોડાઉન કાર્યરત હોવાનું જણાવાયું હતું. જેમાં 21 ગોડાઉન પોતાના અને 9 ભાડે લીધેલા છે. આ ગોડાઉનોની કુલ સંગ્રહ ક્ષમતા 5.50 લાખ મેટ્રિક ટન છે. વધારાની સંગ્રહ ક્ષમતા માટે જમીન ફાળવણી અંગે પણ ચર્ચા થઈ હતી.

BIS દ્વારા ગુણવત્તા ધોરણો અને પ્રમાણિકરણ અંગે હાથ ધરાતા જાગૃતિ અભિયાનોની માહિતી મેળવતાં મંત્રીએ યુવાનોને જોડવા અને MSME એકમોને ઉત્પાદન પ્રમાણિકરણમાં સહયોગ આપવા ભાર મૂક્યો હતો.

બેઠક બાદ મંત્રીએ કાંગડા જિલ્લાના મટેર ખાતે રેશનની દુકાનની મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande