નાંદોદ વિધાનસભા વિસ્તારનો ગ્રામીણ રમતોત્સવ, ધાબાગ્રાઉડ-રાજપીપલા ખાતે યોજાયો
ઓપન એજ ગ્રુપમાં યોજાયેલી દેશી રમતોમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો રાજપીપળા,17 નવેમ્બર (હિ.સ.) ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર નર્મદા જિલ્લામાં 18મી નવેમ્બર સ
Rural Sports Festival of Nandod Assembly Constituency held at Dhabagroud-Rajpipla


Rural Sports Festival of Nandod Assembly Constituency held at Dhabagroud-Rajpipla


Rural Sports Festival of Nandod Assembly Constituency held at Dhabagroud-Rajpipla


- ઓપન એજ ગ્રુપમાં યોજાયેલી દેશી રમતોમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

રાજપીપળા,17 નવેમ્બર (હિ.સ.) ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર નર્મદા જિલ્લામાં 18મી નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મંગળવારે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો હતો.

નાંદોદ વિધાનસભા વિસ્તારનો રમતોત્સવ સ્પોર્ટસ કોમ્પલેક્ષ રાજપીપલા ખાતે યોજાયો હતો. જેમાં

ઓપન એજ ગ્રુપની દેશી રમતોની ટૂર્નામેન્ટ યોજાઈ હતી. ખાસ કરીને આર્ચરી, કબડ્ડી, ખોખો, વોલીબોલ, ફૂડબોલ, દોરડા ખેંચ, લીંબુ ચમચી, કોથળા દોડ જેવી રમતોમાં નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશ ભીલ તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા રમતોત્સવનો

પ્રારંભ કરાવી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande