પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ટેમ્પો ટ્રાવેલરની બાઇકને ટક્કર, યુવાનનું મોત
પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ટેરી ગામના પાટિયા પાસે સફેદ રંગના ટેમ્પો ટ્રાવેલરના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી મોટરસાઇકલને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર 31 વર્ષીય યુવાન
પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ટેમ્પો ટ્રાવેલરની બાઇકને ટક્કર, યુવાનનું મોત


પોરબંદર , 17 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ટેરી ગામના પાટિયા પાસે સફેદ રંગના ટેમ્પો ટ્રાવેલરના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી મોટરસાઇકલને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાઇકલ સવાર 31 વર્ષીય યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોતનીપજ્યું હતું. આ બનાવ અંગે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બડવાઈ તાલુકાના બકાવા ગામના વતની અને હાલ કુતિયાણા તાલુકાના ટેરી ગામે હરદાશભાઇ મારુની વાડીમાં રહેતા લખન નંદરામભાઇ નિહાલ (ઉં.વ. 52)એ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, સફેદ રંગના ટેમ્પો ટ્રાવેલર નંબર DD-01-AC-9142નાચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમના પુત્ર ગ્યારસીલાલ લખનભાઇ નિહાલ (ઉં.વ. 31) ની મોટરસાઇકલ નંબર GJ-25- AB-5232ને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતાં ગ્યારસીલાલનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande