બારડોલીના મઢી ખાતે આવેલી એમ.કે. પટેલ હાઈસ્કૂલ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ‘પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ’ યોજાયો
સુરત, 17 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત સુરતના બારડોલી તાલુકાના મઢી સ્થિત એમ.કે. પટેલ હાઈસ્કૂલ ખાતે ‘પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ’ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં યુ
Traditional Rural Sports Festival


સુરત, 17 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ અંતર્ગત સુરતના બારડોલી તાલુકાના મઢી સ્થિત એમ.કે. પટેલ હાઈસ્કૂલ ખાતે ‘પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ’ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવા સ્પર્ધકોએ ભાગ લઇ આદિવાસી સમાજની વિસરાતી જતી પરંપરાગત ગ્રામીણ રમતોને જીવંત કરી હતી.

આ કાર્યક્રમમાં ગિલ્લી-દંડા, લખોટી, કબડ્ડી, લંગડી, ખો-ખો, રસ્સાખેંચ, લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ, ત્રિપગી દોડ, ગેડી દડો, તીર કામઠા, ભમરડો, મટકા ફોડ, સાતોડિયું અને આટાપાટા જેવી દેશી રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં કુલ 230 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ કાર્યક્રમ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 10 ખેલાડીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મામલતદાર કલ્પના પટેલ, TPEO ભાવેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મયુર રાઠોડ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મનોજ ચૌધરી, પ્રયોજના વહીવટદાર, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશ ચૌધરી, સુરાલી ગામના ડેપ્યુટી સરપંચ નરેશ મૈસુર્યા તથા એમ.કે. પટેલ હાઈસ્કૂલના આચાર્ય અલ્પા પટેલ સહિત આશરે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande