પાટણના સમી તાલુકાની વરાણા માઈનોર કેનાલમાં 15 દિવસથી પાણી બંધ, ખેડૂતોના ઊભા પાક પર સંકટ
પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ નજીક આવેલી વરાણા માઈનોર કેનાલમાં છેલ્લા 10થી 15 દિવસથી પાણી ન આવતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. સિંચાઈ માટે પાણી ન મળવાને કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘવા
વરાણા માઈનોર કેનાલમાં 15 દિવસથી પાણી બંધ, ખેડૂતોના ઊભા પાક પર સંકટ


પાટણ, 17 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ નજીક આવેલી વરાણા માઈનોર કેનાલમાં છેલ્લા 10થી 15 દિવસથી પાણી ન આવતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. સિંચાઈ માટે પાણી ન મળવાને કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘવારી અને પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે પાક બચાવવો મુશ્કેલ બન્યો છે. સ્થાનિક ખેડૂત રામાભાઈ હરીભાઈ પરમારે જણાવ્યું હતું કે કેનાલમાં ઘણા દિવસોથી પાણી આવતું નથી અને ખેડૂતો વારંવાર ખેતરે જઈ પાણીની રાહ જોઈ રહ્યા છે.

ખેડૂતોએ જણાવ્યું કે પાણીના અભાવે પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી તરફ ખેતરે આવવા-જવા માટે દરરોજ પેટ્રોલ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થતો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ખેતીના વધતા ખર્ચની સાથે આ વધારાનો આર્થિક બોજ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી.

ખેડૂતોએ સિંચાઈ વિભાગ સમક્ષ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની અને નિયમિત પાણી વિતરણની વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી ઊભા પાકને બચાવી શકાય. ખેડૂતોનું કહેવું છે કે જો વહેલી તકે પાણી છોડવામાં નહીં આવે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે. હવે જોવાનું રહ્યું કે સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતોની રજૂઆતને કેટલો વહેલો પ્રતિસાદ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande