વડોદરામાં યુસુફ પઠાણને પ્લોટ આપવા મામલે ભાજપના વોશિંગ મશીનમાં દાખલ થતા જ બધા પાપ ધોવાઈ ગયા':અમિત ચાવડા
અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ટીએમસીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ એનડીએના સમર્થમાં આવતા જ વડોદરાની જમીનનો 14 વર્ષ જૂનો વિવાદ ઉકેલાવાની તૈયારી થઈ ચૂકી છે. તાંદલજા સ્થિત નિવાસ સ્થાન પાસેની TP-22ના ફાઇનલ પ્લોટ
plot to Yusuf Pathan in Vadodara


અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ટીએમસીમાંથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ એનડીએના સમર્થમાં આવતા જ વડોદરાની જમીનનો 14 વર્ષ જૂનો વિવાદ ઉકેલાવાની તૈયારી થઈ ચૂકી છે.

તાંદલજા સ્થિત નિવાસ સ્થાન પાસેની TP-22ના ફાઇનલ પ્લોટ નં.90ની 20.53 કરોડની 978 ચો.મી. જમીન ફાળવી દેવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે, જેમાં વુડા 478 ચોરસ મીટર જમીન તેના પ્રવર્તમાન વેલ્યુએશનના 55% રકમ વસૂલીને ફાળવશે, જ્યારે 500 ચો.મી. જગ્યા વડોદરા મનપા યુસુફ પઠાણને ભેટ સ્વરૂપે આપવાની તૈયારી થઈ ચૂકી છે. ત્યારે કોંગ્રેસે રાજય સરકાર અને વડોદરા મહાનગરપાલિકાની કાર્યવાહીને લઈ સવાલ ઉઠાવ્યો છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું કે, યુસુફ એનડીએસમર્થનમાં આવતા જ તેના માટે જાણે કાયદાઓ બદલાઈ ગયા. આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાની મળનારી સામાન્ય સભામાં કોંગ્રેસે વિરોધની તૈયારી કરી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપની સરકાર જ્યાંરથી આવી ત્યારથી દરેક બાબતમાં બેવડા ધોરણ અપનાવવામાં આવે છે. ગુજરાતમાં કોઈ સામાન્ય પરિવારને કે BPLના પરિવારને 100 ચોરસ ફૂટનો પ્લોટ લેવો હોય તો તેને ચંપલ ઘસવા પડે અને પેઢીઓ નીકળી જાય તેમ છતાં 100 ચોરસ ફૂટનો પ્લોટ મળતો નથી. કોઈ સામાજિક કાર્યકર્તા હોય અને તે રાહત દરે પ્લોટ માંગવા જાય તો તેને કાયદા બતાવવામાં આવે છે. જો તમે શિક્ષણ કે આરોગ્ય માટે સરકારી જગ્યા પર વ્યવસ્થા ઊભી કરી તો તમારી પાસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે. જો સરકાર સાથે ગોઠવણ થઈ જાય તો બધા કાયદા બદલાઈ જાય છે.

જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણ જે વડોદરાના વતની છે જેમને પોતાના ઘરની બાજુની સરકારી જગ્યા રહેણાક માટે ફાળવવા માટે વર્ષ 2012માં કોર્પોરેશન પાસે માંગણી કરી હતી. વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે બાદ પ્રતિ સ્ક્વેર મીટરે 57,270 ભાવ નક્કી થાય છે. જે બાદ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ બાદ જૂન 2012માં યુસુફ પઠાણને જમીન આપવા માટેની દરખાસ્ત કરે છે.

જાણીતા ક્રિકેટર હોવાથી અને દેશનું નામ રોશન કર્યું હોવાથી જમીન આપવા માટે દરખાસ્ત થાય છે તે વખતે યુસુફ પઠાણ કોઈ પાર્ટી સાથે જોડાયેલા ન હતા. જે બાદ દરખાસ્ત શહેરી વિકાસમાં જાય છે, જે બાદ જૂન 2014માં નામંજૂર કરીને દરખાસ્ત પરત મોકલવામાં આવે છે.

યુસુફ પઠાણી ઘણી બધી મેચ રમી દેશનું રામ રોશન કર્યું ત્યારે એક પણ વખત ભાજપે તેમને સન્માન આપ્યું નહીં. 2014માં દરખાસ્ત મંજૂર થયા બાદ યુસુફ પઠાણને 2024માં નોટિસ મોકલવામાં આવે છે. 10 વર્ષ સુધી કોઈ કાર્યવાહી થતી નથી. જેવા ટીએમસીમાંથી સંસદ સભ્ય બને તેવો કબજો ખાલી કરવા નોટિસ આપવામાં આવે છે. નહીં તો તમારી સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવામાં આવશે. જેની સામે યુસુફ પઠાણ હાઇકોર્ટમાં જાય છે જ્યાં ડબલ જજની બેન્ચ જંત્રી મુજબની કિંમત વસૂલ કરવા ડાયરેક્શન આપે છે. જે જમીન ની કિંમત 20 કરોડ રૂપિયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande