અંબાજીમાં દિવાળી સીઝનમાં 7 લાખથી વધુ ભક્તોએ કર્યા માઁ જગદંબાના દર્શન : 12 લાખથી વધુ રોકડ ડોનેશન મળ્યું
બનાસકાંઠા, 17 નવેમ્બર (હિ.સ.) : શક્તિપીઠ અંબાજી ખાતે છેલ્લા પાંચ દિવસ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. મા જગદંબાના દર્શન માટે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી પહો
ambaji-ma-bhakto-ni-bhid


ambaji-mandir-ma-bhare-bhid


બનાસકાંઠા, 17 નવેમ્બર (હિ.સ.) : શક્તિપીઠ અંબાજી ખાતે છેલ્લા પાંચ

દિવસ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. મા જગદંબાના દર્શન

માટે ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી

પહોંચ્યા હતા. દિવાળીની સીઝનના સમયગાળા દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના

દર્શન કરી ધન્યતા અનુભવી હતી.દર્શનાર્થે આવેલા ભક્તોએ પોતાની શ્રદ્ધા અને શક્તિ

અનુસાર માતાજીના ચરણે રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીની કિંમતી વસ્તુઓનું દાન અર્પણ

કર્યું હતું. મંદિર ટ્રસ્ટના કાઉન્ટરઉપર છેલ્લા પાંચ દિવસ દરમિયાન રૂ.12 લાખથી વધુની ડોનેશન ની રકમ નોંધાઈ

હતી. આ ઉપરાંત 300 ગ્રામ

સોનાની લગડી,સોનાના

દાગીના તેમજ 40 ગ્રામ

ચાંદીના દાગીના પણ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.બીજી તરફ સેવાભાવી ભક્તો

દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.અંબાજી ખાતે આવેલા શ્રદ્ધાળુઓ

માટે અન્નક્ષેત્રમાં નિશુલ્ક ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા

એક અઠવાડિયા દરમિયાન એક થી દોઢ લાખથી વધુ ભક્તોએ અન્નક્ષેત્રમાંનિશુલ્ક ભોજન

પ્રસાદનો લાભ લીધો હતો.અન્નક્ષેત્રમાં આવતા દરેક શ્રદ્ધાળુને

પ્રેમ, ભાવના

અને આત્મીયતા સાથે ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. હિતેશ ભાઈ ઠક્કર એમાહિતી આપતાં જણાવ્યું હતું કે અંબાજી

ધામમાં આવતા ભક્તોને ભોજન પ્રસાદનો લાભ મળી રહે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં

આવી છે. અને આજે પણ આ નિશુલક ભોજનાલય આજે પણ અવિરત રીતે ચાલુ રખાયું છે

અંબાજીમાં ગોપાષ્ટમી નિમિત્તે પુંગનૂર ગાયની શાસ્ત્રોક્ત વિધિથી

પૂજા

અંબિકા અન્નક્ષેત્રમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે

પૂજન; મંદિરના

વહીવટદાર કૌશિક મોદી અને હિતેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યાશક્તિપીઠ અંબાજી ખાતે તા. 17 નવેમ્બરના રોજ ગોપાષ્ટમી નિમિત્તે

વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબિકા

અન્નક્ષેત્ર ખાતે આંધ્રપ્રદેશની પ્રખ્યાત પુંગનૂર ગાયની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન

સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે

ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયને ચુંદડી ઓઢાડવામાં આવી હતી તેમજ

પુષ્પહાર પહેરાવી કંકુ-તિલક કરી આરતી ઉતારવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે અંબાજી

મંદિરના વહીવટદારકૌશિક મોદી તથા જય જલિયાણ સેવા

કેમ્પના હિતેશભાઈ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગૌપૂજનમાં સહભાગી

બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે અંબિકા અન્નક્ષેત્ર દ્વારા અંબાજી ખાતે દર્શનાર્થે

આવતા શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. અહીં આવતા ભક્તો આ

ભોજનને માતાજીનો પ્રસાદ માની શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે. હિતેશભાઈ ઠક્કર પણ

અન્નક્ષેત્રની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈને સેવા આપી રહ્યા છે.અંબાજી મંદિર

ટ્રસ્ટની કોટેશ્વર ગૌશાળામાં આંધ્રપ્રદેશની પ્રખ્યાત પુંગનૂર ગાય અને વાછરડાં પણ

લાવવામાં આવ્યાં છે. ગોપાષ્ટમીનો પર્વ કારતક માસના શુક્લ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં

આવે છે એક ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે પ્રથમ વખત ગાયો ચરાવવા

માટે ગૌચરણની જવાબદારી સંભાળી હતી. બાળપણમાં તેઓ ગોવાળિયા તરીકે ગાયો સાથે

વૃંદાવનનાં જંગલોમાં જતા હતા. તેથી આ દિવસને ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે.

જીવનમાં સુખ, શાંતિ

અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેમજ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ધાર્મિક આસ્થા રહેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande