પંચમહાલના હાલોલ તાલુકાના, નુરપુરામાં ઊર્જા ક્ષેત્રની ઉત્પાદન સુવિધાવાળા નવા મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભૂમિપૂજન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંપન્ન
ગુજરાત બન્યું એનર્જી કેપિટલ: મેક ઇન ઇન્ડિયાથી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની નેમ. - વડોદરા, સાવલી, હાલોલ અને કાલોલનો સમગ્ર વિસ્તાર હાઇ-ટેક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કોરિડોર બનવા તરફ આગળ વધી રહ્યો છે હાલોલ,17 નવેમ્બર (હિ.સ.) પંચમહા
Bhupendra Patel performed the ground-breaking ceremony of a new manufacturing unit with production facilities in the energy sector at Nurpura in Halol taluka of Panchmahal.


- ગુજરાત બન્યું એનર્જી કેપિટલ: મેક ઇન ઇન્ડિયાથી ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની નેમ.

- વડોદરા, સાવલી, હાલોલ અને કાલોલનો સમગ્ર વિસ્તાર હાઇ-ટેક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કોરિડોર બનવા તરફ આગળ વધી રહ્યો છે

હાલોલ,17 નવેમ્બર (હિ.સ.) પંચમહાલ જિલ્લાના આદિવાસી ક્ષેત્રે ઊર્જા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિનો આરંભ થયો છે. ટી.એમ.સી. (TMC) ટ્રાન્સફોર્મર્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પંચમહાલ ખાતે સ્થપાનારા અત્યાધુનિક ઉત્પાદન સુવિધાવાળા નવા પ્લાન્ટનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંપન્ન થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટીએમસી નો પ્રોજેક્ટ એક સીમાચિહ્ન સાબિત થશે,તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે.

બે દાયકા પહેલાં આ જ જિલ્લાના ચાંપાનેરથી શરૂ થયેલી 'જ્યોતિગ્રામ યોજના' એ દેશના વીજળી ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું હતું.

હવે ટી.એમ.સી.નો આ નવો પ્લાન્ટ વાર્ષિક 78000 MVA ઉત્પાદન ક્ષમતા સાથે નિર્માણ પામશે. આ પ્લાન્ટ માત્ર ઊર્જા સુરક્ષા જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો પણ ઊભી કરશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

વડોદરા, સાવલી, હાલોલ અને કાલોલનો સમગ્ર વિસ્તાર હાઇ-ટેક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કોરિડોર બનવા તરફ આગળ વધી રહ્યો છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઉદ્યોગના આગમનથી MSME, નાના સપ્લાયર્સ અને આનુષંગિક ઉદ્યોગોને નવું બળ મળશે તેમજ સ્થાનિક યુવાનો માટે સ્કીલ ડેવલોપમેન્ટ અને રોજગારીના નવા દ્વાર ખુલશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિકાસના 'સપ્તધારા' વિઝન અંતર્ગત આવનારા વર્ષોમાં ટી.એમ.સી.નું આ નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ, ગુજરાતના વિકાસમાં, ભારતની ઊર્જા સુરક્ષામાં અને વૈશ્વિક ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

ટીએમસી ટ્રાન્સફોર્મર્સના એમડી એચ. એન. શુક્લાએ સ્વાગત પ્રવચનમાં સમગ્ર કાર્યક્રમ સહિત કંપનીનો ચિતાર રજૂ કર્યો હતો.

આ પ્રસંગે ટી.એમ.સી. કંપનીએ સી.એસ.આર હેઠળ 25 લાખની રકમનો ચેક કન્યા કેળવણી નિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande