અમદાવાદના તથ્ય પટેલ અકસ્માત કેસમાં, તથ્ય સાથે કારમાં સવાર 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા
અકસ્માત સમયે કારની સ્પીડ અંગેના નિવેદન બદલી નાખ્યા અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરના તથ્ય પટેલ અકસ્માત કેસમાં નવો વળાંક:બનાવ સમયે તથ્ય સાથે કારમાં સવાર 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, કારની સ્પીડ અંગેના નિવેદન બદલી નાખ્યા. અમદા
5 friends travelling in car with Tathya Patel in Ahmedabad accident case return to court


- અકસ્માત સમયે કારની સ્પીડ અંગેના નિવેદન બદલી નાખ્યા

અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરના તથ્ય પટેલ અકસ્માત કેસમાં નવો વળાંક:બનાવ સમયે તથ્ય સાથે કારમાં સવાર 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, કારની સ્પીડ અંગેના નિવેદન બદલી નાખ્યા.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે, અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. આ દરમિયાન અકસ્માત સમયે તથ્યની જેગુઆર કારમાં સવાર તેના પાંચેય મિત્રો ગાડીની ઝડપના મુદ્દે હોસ્ટાઇલ જાહેર થયા છે.

જાણકારોના મતે આ સાક્ષીઓ ફરી જવા છતાં કેસ પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતા નહિવત છે, કારણ કે પોલીસ પાસે સમગ્ર ઘટનાના મજબૂત સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવા ઉપલબ્ધ છે.

19 જુલાઈ, 2023ની રાત્રે ઈસ્કોન બ્રિજ પર બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી તથ્ય પટેલે અકસ્માત સર્જતા 9 લોકોના મોત નિપજ્યા હતા. પોણા ત્રણ વર્ષ જેલમાં રહ્યા બાદ થોડા મહિના પહેલા જ તથ્યને જામીન મળ્યા હતા.

મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું- 'તથ્યને ગાડી ધીમી કરવા ટોક્યો હતો, કોર્ટમાં કહ્યું- ગાડી સ્પીડમાં નહોતી'

અકસ્માત સમયે જેગુઆર કારમાં બેસેલા તથ્ય પટેલના મિત્રો માલવિકા પટેલ, શાન સોની, ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ અને શ્રેયા પટેલ ટ્રાયલ દરમિયાન ગાડીની ઝડપ મામલે પોતાના અગાઉના નિવેદનથી ફરી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, આ તમામ સાક્ષીઓએ અગાઉ CrPC કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે, અકસ્માત સમયે તથ્ય ખૂબ જ પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો અને તેમણે ગાડી ધીમી કરવા ટોક્યો હોવા છતાં તે માન્યો ન હતો.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જ્યારે સાક્ષીઓને તપસાવામાં આવ્યા ત્યારે સરકારી વકીલે સાક્ષીઓને પૂછ્યું હતું કે, પોલીસ નિવેદનમાં તમે કહ્યું હતું કે, ગાડી ઝડપમાં હતી તે વિશે શું કહેવું છે ? સાક્ષીઓએ કહ્યું ગાડી ઝડપમાં નહોતી.

સરકારી વકીલના કહ્યા મુજબ કારની સ્પીડ તો ટેક્નિકલ પુરાવાથી પુરવાર થઈ જશે. આરોપીના મિત્રો તો ના જ પાડશે. સાક્ષીઓના હોસ્ટાઈલ થવા મુદ્દે કહ્યું કે, Crpc 164 મુજબ નિવેદન આપ્યા બાદ જો સાક્ષીઓ ફરી જાય તો કેસનો ચુકાદો આવે ત્યારે કોર્ટ નક્કી કરે છે કે, તેઓને સજા કરવી કે નહીં અને કરવી તો શું કરવી?

કુલ 190 જેટલા સાક્ષીઓ પૈકી મહત્વના આરટીઓ ઇન્સ્પેક્ટર, એફએસએલ અધિકારીઓ, જેગુઆર કંપનીમાંથી ગાડીઓ રિપોર્ટ તૈયાર કરનાર કર્મચારી, આંખ્યો દેખ્યા સાક્ષી વગેરેને તપાસવાના બાકી છે.

સાક્ષીઓ હોસ્ટાઇલ થવા છતાં ગાડીની સ્પીડ અંગેનો મુદ્દો નબળો પડવાની શક્યતા નહિવત છે. સમગ્ર દુર્ઘટના એક બાઈકચાલકના કેમેરામાં કેદ થઈ હતી, જેની ફ્રેમ-ટુ-ફ્રેમ તપાસ કરીને કારની ઝડપ નક્કી કરવામાં આવી છે.

આ ઉપરાંત આરટીઓ,એફએસએલ અને કાર કંપનીના ટેકનિકલ ડેટા તેમજ એન્ટી-બ્રેકિંગ સિસ્ટમની તપાસમાં અકસ્માત સમયે કાર આશરે 140 કિમી/કલાકની ઝડપે દોડતી હોવાનું સત્તાવાર રીતે સાબિત થઈ ચૂક્યું છે. કોર્ટમાં આવા નક્કર સાયન્ટિફિક પુરાવા અને અન્ય પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની જુબાની ચુકાદા માટે મહત્વનો આધાર બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande