પોરબંદરના બોખીરાની વાડીમાં દેશી દારૂ બનાવવાનો અડ્ડો ઝડપાયો
પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર બોખીરા ગામની વસમી સીમમાં આવેલી વાડીમાં પોલીસે દરોડો પાડીને દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. જોકે, પોલીસની કાર્યવાહી દરમિયાન વાડીનો કબજેદાર આરોપી હાજર મળી આવ્યો ન હતો.પોલીસની તપાસમાં નીલેશ ઉર્ફે ગોપાલ
પોરબંદરના બોખીરાની વાડીમાં દેશી દારૂ બનાવવાનો અડ્ડો ઝડપાયો


પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર બોખીરા ગામની વસમી સીમમાં આવેલી વાડીમાં પોલીસે દરોડો પાડીને દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. જોકે, પોલીસની કાર્યવાહી દરમિયાન વાડીનો કબજેદાર આરોપી હાજર મળી આવ્યો ન હતો.પોલીસની તપાસમાં નીલેશ ઉર્ફે ગોપાલ મસરીભાઈ ઓડેદરાની રહેવાની વાડીમાંથી ગેરકાયદેસર રીતે બનાવેલો 50 લીટર દેશી પીવાનો દારૂ કિંમતરૂ.10,000નો મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવાનો 200 લીટર આથો કિંમત રૂ.5,000, આથાની વાસવાળું ખાલી પ્લાસ્ટિકનું બેરલ, દારૂ ગાળવાનું બોઇલર, કોઠી પ્રાઇમસ ચૂલોઅને તાંબાની નળી સહિતનો સામાન મળી આવ્યો હતો.

પોલીસે દેશી દારૂ અને દારૂ બનાવવાના સાધનો સહિત કુલરૂ.17,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે નીલેશ ઉર્ફે ગોપાલ મસરીભાઈ ઓડેદરા, રહે. બોખીરા, વસમી સીમ વિરુદ્ધ ગેરકાયદેસર દારૂ રાખવા અને બનાવવાની પ્રવૃત્તિ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande