

- પવિત્ર નદીમાં પાણી છોડવામાં આવતાં શ્રદ્ધા પુર્વક શ્રદ્ધ વિધી કરી શકાશે : ૨૧ નવેમ્બરથી મેળાનો પ્રારંભ થશે
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં માતૃગયા તિર્થ સિદ્ધપુરમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લોકો શ્રાદ્ધ વિધી માટે આવતાં હોય છે અને સરસ્વતી નદીમાં શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ વીધી કરતાં હોય છે પરંતુ વરસાદની અછત વચ્ચે સિદ્ધપુરની સરસ્વતી નદીમાં પાણી ન હોવાથી રાજકીય આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ સરસ્વતી નદીમાં પાણી છોડવા કરેલી રજૂઆતને પગલે પાણી છોડવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
સિદ્ધપુરમાં આગામી ૨૧ નવેમ્બરથી યોજાનારા કાર્તિકી પૂર્ણિમાના મેળાની સ્થાનિક તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને મેળા દરમિયાન ગુજરાત સહિત દેશભરમાંથી લાખો લોકો સિદ્ધપુરમાં આવીને પવિત્ર સરસ્વતી નદીના તટે શ્રાદ્ધ વિધી કરશે. પરંતુ ચાલું વર્ષે નદીમાં પાણી ન હોવાથી લોકોની ધાર્મિક લાગણી દુભાય રહી હતી. જેને લઈ રાજકીય આગેવાનો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવે તેવી રજુઆત કરતાં. જેને ધ્યાનમાં રાખીને સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
હાલમાં સિદ્ધપુરમાં યોજાનાર કાર્તિકી પૂર્ણિમાના મેળાને લઈને નગરપાલિકા સહિતના તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ નગરપાલિકા તંત્ર દ્વારા મેળામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે તપાસ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ