



- 66 કરોડના પુલમાં કોન્ટ્રાકટર સાથે અધિકારીઓની ભૂડી ભૂમિકાના આક્ષેપ કર્યા પૂર્વ એમએલએ કિરણ મકવાણાએ
ભરૂચ, 18 નવેમ્બર (હિ.સ.) : ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાને જોડતાં ડોલીયા–દેણવા પુલની કામગીરીમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાના આક્ષેપ સાથે લોકાર્પણ કર્યુંને 100 દિવસમાં જ આર.સી.સી.માર્ગમાં વિશાળ તિરાડો સાથે પુલનો સ્લેબ છૂટો પડવાની શરૂઆત થઈ ગઈ છે. આ પુલમાં એજન્સીએ માલ સામાન ગુણવતા યુકત ન વાપર્યું હોવાના આક્ષેપ સાથે પૂર્વ ધારાસભ્યએ કોન્ટ્રાકટર સાથે અધિકારીઓની પણ ભૂડી ભૂમિકા ભજવી હોવાના ભ્રષ્ટ્રાચારના આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ પુલ બનાવવા પાછળ ગુજરાતના નાગરિકોના કરના નાણાં સહિત ગુજરાત સરકારના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં વેડફ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે .
ભરૂચ જિલ્લામાં વિકાસના કામો થાય તે જરૂરી છે પરંતુ વિકાસના કામોમાં ભ્રષ્ટ્રાચાર અને કોન્ટ્રાકટરોની કામગીરી તેમજ માલ સામાનની ગુણવતા સામે સવાલો ઉભા થાય તે ગંભીર બાબત છે જેને લઈને જંબુસર આમોદ તાલુકાને જોડતાં ડોલીયા–દેણવા પુલ બનાવવા પાછળ 66 કરોડનું કામ રાધે એસોસિએટ મહેસાણાની એજન્સીને કોન્ટ્રાકટ અપાયા બાદ કામપુર્ણ થતાં આ પુલનું 100 દિવસ પહેલા લોકાર્પણ કરાયું હતું.અતિ મહત્વના આ પુલ ઉપરથી હજુ ભારે વાહનો પસાર થયા નથી ત્યાં લોકાર્પણના ત્રણ મહિનામાં જ 66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ પુલમાં તિરાડો જોવા મળે છે.
આ પુલની કામગીરીમાં એજન્સીએ કેવો સિમેન્ટ,રેતી,કપચી , સળીયા તેમજ સરકારી ટેન્ડર મુજબનું મટીરિયલ વાપર્યું હશે કે કેમ તેમજ આ કામગીરીની દેખરેખ ક્યાં સરકારી અધિકારીએ રાખી હશે તેમાં કેટલો ભ્રષ્ટાચાર કરી મિલીભગત કરી હશે તેવા આક્ષેપ પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા સહિતના નેતાઓ મેદાનમાં ઉતરી આંદોલનનું રણસિંગુ ફૂંક્યું છે.
જો કે ભરૂચ જિલ્લામાં અનેક વિકાસના કામોમાં ભ્રષ્ટ્રાચારની બુમો ઉઠી રહી છે.અગાઉ આમોદ નેશનલ હાઈવે 64માં પણ કરોડો રૂપિયાનું આંધણ કરીને રોડ બનાવ્યો અને એકજ ચોમાસામાં ધોવાઈ જતાં કરોડો રૂપિયા પણ સ્વાહા થઈ ગયા છે ત્યારે વિકાસના કામોમાં ગુણવતા જણવાઈ ટેન્ડર મુજબનું મટીરીયલ વપરાય અને લોકાર્પણ પહેલા ફીટનેશ સર્ટિફિકેટ આપનાર અધિકારીએ સ્થળ નિરીક્ષણ કર્યું છે કે પછી સીધુ જ ફીટનેશ સર્ટીફીકેટ આપી દીધું છે. આમાં તો ગુજરાત સરકારની આબરુ જાય તેવું દેખાઈ રહ્યું છે. આ પુલની ક્વોલિટી કંટ્રોલ,ગેરી તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા યોગ્ય ચકાસણી કરી તેમાં કંઈપણ ફેરફાર લાગે તો જવાબદાર એજન્સી ,કોન્ટ્રાકટર અને અધિકારીઓ પર કાયદેસર કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ ગુજરાત સરકારે.
અંકલેશ્વર ઓએનજીસી પુલમાં પણ ભ્રષ્ટ્રાચારની બુમો ઉઠી હતી તદઉપરાંત અંદાડા ગામે પણ કરોડોના આરસીસી રોડમાં ભ્રષ્ટ્રાચારની બુમો ઉઠતા જિલ્લા પંચાયત ધ્વારા કોન્ટ્રાકટરને આરસીસી રોડ તોડી નવો બનાવવા આદેશ આપ્યો હતો. પરીએજ ગામે પણ ભૂખી ખાડીનુ નાળું લોકાર્પણના એક મહિનામાં જ તથા આમોદ નેશનલ હાઈવે 64 પણ કરોડોના ખર્ચે બન્યા બાદ બિસ્માર બન્યો હોય તેમાંય ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ભરૂચ જિલ્લામાં અનેક વિકાસના કામોમાં કોન્ટ્રાકટરો વેઠ ઉતારતા હોય જેને લઈને અધિકારીઓની ભૂમિકા સામે પણ ગંભીર આક્ષેપો થઈ રહયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ