ચાણસ્માથી મા અંબાના દર્શનાર્થે 150થી વધુ ભક્તોનો પગપાળા સંઘ પ્રસ્થાન
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કારતક માસના પવિત્ર અવસરે જગતજનની મા અંબાના દર્શનાર્થે પગપાળા સંઘનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો હતો. ચાણસ્માના ખાડિયા ચોક ખાતેથી છેલ્લા 30 વર્ષથી સતત આ સંઘ નીકળે છે. આ યાત્રાના 25મા
ચાણસ્માથી મા અંબાના દર્શનાર્થે 150થી વધુ ભક્તોનો પગપાળા સંઘ પ્રસ્થાન


ચાણસ્માથી મા અંબાના દર્શનાર્થે 150થી વધુ ભક્તોનો પગપાળા સંઘ પ્રસ્થાન


ચાણસ્માથી મા અંબાના દર્શનાર્થે 150થી વધુ ભક્તોનો પગપાળા સંઘ પ્રસ્થાન


પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કારતક માસના પવિત્ર અવસરે જગતજનની મા અંબાના દર્શનાર્થે પગપાળા સંઘનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો હતો. ચાણસ્માના ખાડિયા ચોક ખાતેથી છેલ્લા 30 વર્ષથી સતત આ સંઘ નીકળે છે. આ યાત્રાના 25મા વર્ષે ભવ્ય રજત જયંતી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે ખાડિયા ચોક ખાતેથી 150થી વધુ ભક્તોએ 'જય મા અંબે'ના ગગનભેદી નાદ સાથે યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ચાણસ્માના ખાડિયા ચોક, કોટવાડિયા, રામજી મંદિર, કાંદાસપુરા, મોરારદાસનું માઢ અને જેતાપુરા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંઘમાં જોડાયા હતા.

યાત્રાના પ્રારંભે સૌપ્રથમ મા અંબાની આરતી ઉતારી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ સરદાર ચોક ખાતે ભક્તોએ ગરબા ગાઈ માતાજીની સ્તુતિ કરી હતી. આ પ્રસંગે 'જય મા અંબે'ના નાદથી સમગ્ર ચાણસ્મા નગર ભક્તિમય બની ગયું હતું. સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈ સહિતનાં શહેરોમાં વસતા ચાણસ્માના વતનીઓ પણ ખાસ વતન આવી આ પગપાળા સંઘમાં જોડાયા હતા.

દર વર્ષની પરંપરા મુજબ પ્રથમ દિવસે પાટણના બાલાજી પાર્ટી પ્લોટ ખાતે બારગામ કડવા પાટીદાર સમાજ દ્વારા તમામ પગપાળા સંઘો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો પ્રસાદ ગ્રહણ કરી આગળની યાત્રા માટે પ્રયાણ કરશે. આ આયોજન ભક્તિની સાથે સામાજિક એકતા અને સેવાભાવનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

કારતક સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે તમામ ભક્તો અંબાજી ધામ અને ગબ્બર પર્વત ખાતે પહોંચશે. ત્યાં ભક્તો ભક્તિભાવપૂર્વક ગરબા ગાઈ માતાજીને ધજા ચઢાવી પૂજન-અર્ચન કરશે અને મા અંબાના આશીર્વાદ મેળવશે. ત્યારબાદ તમામ શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા પૂર્ણ કરી ચાણસ્મા પરત ફરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande