ભાવનગર LCBની જુગારધામ પર દરોડો, ત્રણ જુગારીઓ ઝડપાયા
ભાવનગર,18 નવેમ્બર (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નવાબંદર સ્થિત મેલડી માતાના મંદિર પાસે ખુલ્લા ખાર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ત્રણ શખ્
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ


ભાવનગર,18 નવેમ્બર (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નવાબંદર સ્થિત મેલડી માતાના મંદિર પાસે ખુલ્લા ખાર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે બે શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે દરોડા દરમિયાન જુગાર રમતા અનિલ ખોડાભાઈ મકવાણા (રહે. સુભાષનગર), પ્રદીપ શબુરભાઈ ભુરિયા (રહે. રેલવે ક્વાર્ટર નં. 21, ભાવનગર પરા) અને મહેશ રાજુભાઈ મકવાણા (રહે. નારીરોડ, કુંભારવાડા)ને ઝડપી લીધા હતા. તેમની સાથે જુગાર રમતી ત્રણ મહિલાઓ પણ સ્થળ પર હાજર મળી આવી હતી.

રાત્રિનો સમય હોવાથી પોલીસ દ્વારા મહિલાઓને નોટિસ પાઠવી સવારે પોલીસ મથકે હાજર થવા જણાવાયું હતું. જ્યારે પકડાયેલા ત્રણ શખ્સોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમવાનું સાહિત્ય, બેટરી અને રોકડ રકમ મળી કુલ 35,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande