દિવાળીના તહેવારોમાં ભાવનગર એસ.ટી. વિભાગને 54.09 લાખની આવક
ભાવનગર, 18 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગના આઠ ડેપો દ્વારા કુલ 561 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં 2
ડેપો ફાઇલ ફોટો


ભાવનગર, 18 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગના આઠ ડેપો દ્વારા કુલ 561 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં 22,056 મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો. આ કામગીરી થકી વિભાગને કુલ 54,09,780 રૂપિયાની આવક થઈ હતી.

વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકરના જણાવ્યા મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોને સરળ અને સુખદ મુસાફરી મળી રહે તે માટે વધારાની બસો દોડાવવામાં આવી હતી. આ બસો દ્વારા કુલ 1,61,683 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું અને પ્રતિ કિલોમીટર 33.88 રૂપિયાની આવક નોંધાઈ હતી. તહેવારો દરમિયાન એક પણ બસમાં બ્રેકડાઉન થયું ન હતું.

ડેપોવાર કામગીરીમાં ભાવનગર દ્વારા 105 ટ્રીપ, મહુવા 94, તળાજા 67, પાલીતાણા 54, ગઢડા 59, બોટાદ 109, બરવાળા 41 અને ગારિયાધાર દ્વારા 32 વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું.

મુસાફરોને સમયસર અને સુવિધાજનક પરિવહન સેવા પૂરી પાડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં એસ.ટી. વિભાગ દ્વારા સમગ્ર ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande