ગાંધીનગરમાં CSRનું સફળ મોડેલ : મહાનગરપાલિકાને શૂન્ય ખર્ચે નાગરિકો માટે આધુનિક જનસુવિધા ઉપલબ્ધ
CSR ના સહયોગથી સરગાસણ ચાર રસ્તા નજીક અત્યાધુનિક જાહેર શૌચાલયનું નિર્માણ. ગાંધીનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવાના હેતુથી એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત કોર્પોરે
જાહેર શૌચાલય


- CSR ના સહયોગથી સરગાસણ ચાર રસ્તા નજીક અત્યાધુનિક જાહેર શૌચાલયનું નિર્માણ.

ગાંધીનગર, 18 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવાના હેતુથી એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ના સહયોગથી શહેરના અતિ વ્યસ્ત એવા સરગાસણ ચાર રસ્તા નજીક નાગરિકો માટે આધુનિક જાહેર શૌચાલયની સુવિધા ઊભી કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, આમાં ગાંધીનગર મહાનગરપાલિકાને કોઈ જ નાણાકીય ભારણ વેઠવું પડ્યું નથી.મહાનગરપાલિકાને શૂન્ય નાણાકીય ખર્ચે

આ સમગ્ર પ્રોજેક્ટમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા માત્ર જમીનની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે શૌચાલયના બાંધકામ પાછળનો આશરે રૂ. 45 લાખનો સંપૂર્ણ ખર્ચ 'સુલભ ઇન્ટરનેશનલ' દ્વારા CSR ફંડમાંથી કરવામાં આવ્યો છે.

માત્ર બાંધકામ જ નહીં, પરંતુ આ જાહેર સુવિધાના દૈનિક સંચાલન અને જાળવણીની જવાબદારી પણ સુલભ ઇન્ટરનેશનલ દ્વારા જ નિભાવવામાં આવી રહી છે. આ શૌચાલયનું સંચાલન 'પે એન્ડ યુઝ' (Pay & Use) પદ્ધતિથી કરવામાં આવી છે, જેમાં યુરિનલના ઉપયોગ માટે રૂ. 2, શૌચાલયના ઉપયોગ માટે રૂ. 5 અને સ્નાનગૃહના ઉપયોગ માટે રૂ. 10 ફી નક્કી કરવામાં આવી છે. આ ફીમાંથી જ સફાઈ, જાળવણી તથા અન્ય જરૂરી વ્યવસ્થાનો ખર્ચ પૂરો થાય છે.

આમ, આ જનસુવિધાના નિર્માણથી લઈને દૈનિક સંચાલન સુધી મનપાને કોઈ નાણાકીય ખર્ચ ભોગવવો પડતો નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande