અંકલેશ્વર જીઆઈડીસીમાં પાનના ગલ્લાની આડમાં ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા
એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે રચનાનગર ફાટક પાસે દરોડો પાડી 1.88 કિલો ગાંજો જપ્ત કર્યો ગાંજો, બુલેટ, ડિજિટલ વજનકાંટો અને બે મોબાઈલ સહિત 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ભડકોદ્રાનો મુખ્ય સપ્લાયર અનીકેત ફરાર જાહેર કરી એનડીપીએસ એક્ટ હેઠળ ત્રણ વિરુદ્
અંકલેશ્વર જીઆઈડીસીમાં પાનના ગલ્લાની આડમાં ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા


અંકલેશ્વર જીઆઈડીસીમાં પાનના ગલ્લાની આડમાં ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા


PASSWORD RONG BATAVE CHE


અંકલેશ્વર જીઆઈડીસીમાં પાનના ગલ્લાની આડમાં ગાંજાનું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા


એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે રચનાનગર ફાટક પાસે દરોડો પાડી 1.88 કિલો ગાંજો જપ્ત કર્યો

ગાંજો, બુલેટ, ડિજિટલ વજનકાંટો અને બે મોબાઈલ સહિત 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભડકોદ્રાનો મુખ્ય સપ્લાયર અનીકેત ફરાર જાહેર કરી એનડીપીએસ એક્ટ હેઠળ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો

ભરૂચ 18 નવેમ્બર (હિ.સ.) : નરેન્દ્ર મોદીના નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન અને ભરૂચ પોલીસના નો ડ્રગ્સ ઈન ભરૂચ કેમ્પેઈન અંતર્ગત જિલ્લા પોલીસે નશાના કારોબારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સફળ દરોડો પાડી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ભરૂચ એએનડબલ્યુના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. પટણીની આગેવાનીમાં અલગ-અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પીએસઆઈ જે.પી. ચૌહાણને ચોક્કસ બાતમી મળી હતી કે, અંકલેશ્વર જીઆઈડીસીના રચનાનગર ફાટક પાસે રાલીઝ ઇન્ડિયા કંપનીના ગેટની બાજુમાં ગણેશ ગામીત નામનો શખ્સ પોતાના પાનના ગલ્લાની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું છૂટક વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડતા ગલ્લા પાસે રોયલ એનફિલ્ડ બુલેટ પર બેસીને ગાંજાનું વેચાણ કરતા ગણેશ ગામીત અને તેનો સાગરિત સચિન ગુપ્તા પોલીસના સકંજામાં આવી ગયા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો વજન 1.88 કિલો કિંમત 94 હજાર, એક રોયલ એનફિલ્ડ બુલેટ કિંમત 1 લાખ, બે મોબાઈલ ફોન કિંમત 20 હજાર , એક નાનો ડિજિટલ વજનકાંટો કિંમત 1 હજાર અને પેકિંગ રેપર મળી કુલ 2.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સપ્લાયર વોન્ટેડ, એનડીપીએસ હેઠળ ગુનો દાખલ

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ આર્થિક ફાયદા માટે આ ગાંજાનો જથ્થો અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ખાતે રહેતા અનીકેત નામના શખ્સ પાસેથી લાવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બંને ઝડપાયેલા આરોપીઓ અને વોન્ટેડ સપ્લાયર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8(C), 20[B{II(B)}], 25 અને 29 મુજબ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande