સોમનાથ મહાદેવ મંદિર પર એરક્રાફ્ટ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી
સોમનાથ, 18 નવેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર એરક્રાફ્ટ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન દ્વારા સવારના સમયે ફ્લાયપાસ્ટ અને પુષ્પવર્ષા કરવામાં આવી. ગુ
સોમનાથ મહાદેવ મંદિર પર એરક્રાફ્ટ


સોમનાથ, 18 નવેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર એરક્રાફ્ટ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન દ્વારા સવારના સમયે ફ્લાયપાસ્ટ અને પુષ્પવર્ષા કરવામાં આવી. ગુજરાતના દરિયાકાંઠા પરથી ઉડાન ભરી અને ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાની ટીમ 'માઉન્ટેન ઈગલ્સ' દ્વારા 14 નવેમ્બર 2026 ના રોજ મધ્યપ્રદેશના મહુથી 3200 કિલોમીટરની સફર ખેડવાનું સાહસિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના રૂટમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ઘણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોનો સમાવેશ થાય છે. આ ટીમ અમરેલીથી દિવ, ઐતિહાસિક સોમનાથ મંદિર અને કેશોદ થઈ અને જામનગર પહોંચશે. આ દરમિયાન સાહસિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સાહસની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande