પોરબંદર : ખો-ખો સ્પર્ધામાં આર્ય કન્યા ગુરુકુળની દીકરીઓ પ્રથમ
પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિનીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી મહાનગરપાલિકા કક્ષાની અંડર-17ખો-ખો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણની સાથે રમતગમત, સંગીત, નૃત્
ખો-ખો સ્પર્ધામાં આર્ય કન્યા ગુરુકુળની દીકરીઓ  પ્રથમ.


ખો-ખો સ્પર્ધામાં આર્ય કન્યા ગુરુકુળની દીકરીઓ  પ્રથમ.


પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમની વિદ્યાર્થિનીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી મહાનગરપાલિકા કક્ષાની અંડર-17ખો-ખો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણની સાથે રમતગમત, સંગીત, નૃત્ય અને ચિત્રકલા સહિતની પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન આપવાના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે. ખો-ખો સ્પર્ધામાં લક્ષ્મી લાખણોત્રા, માનસી ખુંટી, નેહા કેશવાલા, નિરલ કારાવદરા, અંજલી ઓડેદરા, વંદના વાજા, સિદ્ધિ ધોરડા, નેહા ધોળકિયા, નેહલ ઓડેદરા,

તેજલ ઓડેદરા, દિયા ઓડેદરા અને જાગૃતિ શામળાનો સમાવેશ થતો હતો.તમામ વિદ્યાર્થિનીઓએ ટીમવર્ક અને રમતગમતની પ્રતિભા દર્શાવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.આ સિદ્ધિ બદલ ટ્રસ્ટી જુહી ચાવલા મહેતા, કમલબેન મહેતા, ઉમાબેન મહેતા,

સેક્રેટરી સુરેશભાઈ કોઠારી તથા યોગેશભાઈ શાહે વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા હતા. સ્પોર્ટ્સ કોચ નિરાલીબેન ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ આ સફળતા મેળવી હતી. શાળાના આચાર્ય ડો.રંજના મજીઠિયાએ પણ વિજેતા ટીમને અભિનંદન આપી આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ

પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande