ગિરનાર લીલી પરિક્રમા-2026: જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી મિની બસોની સુવિધા, મુસાફરો QR કોડથી પણ ભાડું ચૂકવી શકશે
જુનાગઢ, 18 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૬માં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા ભાવિકોની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકોને જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી અવરજવર માટે નવી મિની બસો,
ગિરનાર લીલી પરિક્રમા-2026: જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી મિની બસોની સુવિધા, મુસાફરો QR કોડથી પણ ભાડું ચૂકવી શકશે


જુનાગઢ, 18 નવેમ્બર (હિ.સ.) : ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૬માં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા ભાવિકોની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકોને જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી અવરજવર માટે નવી મિની બસો, વિવિધ જિલ્લાઓમાંથી વધારાની બસો તેમજ ઓનલાઈન અને કેશલેસ ટિકિટ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિભાગીય નિયામકવી.બી. ડાંગરે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પરિક્રમાની પૂર્વતૈયારીના ભાગરૂપે એસ.ટી. વિભાગ દ્વારા ભાવિકોની અવરજવરને સુગમ બનાવવા આયોજન કરાયું છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાંથી આવતા યાત્રિકો માટે પૂરતા પ્રમાણમાં વધારાની બસો દોડાવવામાં આવશે. અન્ય વિભાગોને પણ યાત્રિકોને સીધા જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેશન સુધી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે.

જૂનાગઢ બસ સ્ટેશન ખાતે ઉતરતા ભાવિકોને ભવનાથ અને પરિક્રમાના પ્રારંભિક સ્થળ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે બીએસ-૬ નોર્મ્સ ધરાવતી મિની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બસ સ્ટેશન ખાતે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટેના કાઉન્ટરમાં પણ બે કાઉન્ટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી મુસાફરો સરળતાથી ટિકિટ મેળવી શકે.

પર્યાવરણના જતન અને પ્લાસ્ટિકમુક્ત પરિક્રમાના અભિગમને સાકાર કરવા એસ.ટી.ના કંડક્ટરો મુસાફરોને પ્લાસ્ટિકની થેલી અને બોટલો સાથે ન લાવવા સમજ આપવા સૂચના આપવામાં આવી છે. સાથે જ કંડક્ટરો દ્વારા યાત્રિકોને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ પણ કરવામાં આવશે.

મુસાફરોની સુવિધા માટે એસ.ટી.ના કંડક્ટરોને નવાં ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનો આપવામાં આવ્યાં છે. આ મશીનો મારફતે મુસાફરો ટિકિટનું ભાડું ક્યુઆર કોડથી કેશલેસ ચૂકવી શકશે. આથી રોકડ રકમ અને છૂટા પૈસાની મુશ્કેલી વિના મુસાફરી કરી શકાશે. વિભાગીય નિયામકશ ભાવિકોને એસ.ટી.ની સુવિધાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande