રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સમૂહખેતી ગામે વહેલી સવારે મનસુખ કુંભાણીના ઘરે ગૌ સેવા કરી
રાજ્યપાલએ સમૂહખેતી મુકામે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ બાદ ખેડૂત પરિવારની સાથે મુલાકાત કરી. અમરેલી, 18 નવેમ્બર (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પ્રવાસ દરમિયાન સમુહખેતી (ધુડીયા આગરીયા) ગામે સરકારી
Governor Acharya Devvrat performed cow service at Mansukh Kumbhani's house


- રાજ્યપાલએ સમૂહખેતી મુકામે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ બાદ ખેડૂત પરિવારની સાથે મુલાકાત કરી.

અમરેલી, 18 નવેમ્બર (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પ્રવાસ દરમિયાન સમુહખેતી (ધુડીયા આગરીયા) ગામે સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું.

રાજ્યપાલ ગ્રામીણ સંસ્કૃતિ સાથે તાદાત્મ્ય સાધીને વહેલી સવારે સમુહખેતી ગામના ખેડૂત મનસુખ કુંભાણીના ઘરે પહોંચ્યા હતાં અને ગાયોના પાલન પોષણની વિગતો મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, ખેડૂત મનસુખ કુંભાણી પાસે અંદાજિત 32 વીઘા જેટલી જમીન છે, જેમાં તેઓ પ્રાકૃતિક કૃષિ સાથે બાગાયતી પાકનું પણ વાવેતર કરે છે.

રાજયપાલએ તેમના ઘરે જઈ અને ગૌ સેવા કરી હતી અને પશુપાલન સાથે પ્રાકૃતિક કૃષિ અંગે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande