રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજુલા તાલુકાના કોટડી મુકામે અનુસૂચિત જાતિ પરિવારનું આતિથ્ય માણ્યું
રાજ્યપાલએ જોગદીયા પરિવાર સાથે આત્મીયતાથી સંવાદ કરી સવારનો સાત્વિક અલ્પાહાર ગ્રહણ કર્યો.- રાજ્યપાલએ આજે રાજુલા તાલુકાના કોટડી મુકામે અનુસૂચિત જાતિ પરિવારની મુલાકાત લીધી હતી. અમરેલી, 18 નવેમ્બર (હિ.સ.) : રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ
Governor Acharya Devvrat enjoyed the hospitality of a Scheduled Caste family at Kotdi Mukam in Rajula Taluka


- રાજ્યપાલએ જોગદીયા પરિવાર સાથે આત્મીયતાથી સંવાદ કરી સવારનો સાત્વિક અલ્પાહાર ગ્રહણ કર્યો.- રાજ્યપાલએ આજે રાજુલા તાલુકાના કોટડી મુકામે અનુસૂચિત જાતિ પરિવારની મુલાકાત લીધી હતી.

અમરેલી, 18 નવેમ્બર (હિ.સ.) : રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ પૂર્વે કોટડી ગામના અનુસૂચિત જાતિ પરિવારના પ્રેમજી જોગદીયાના ઘરે પધારી સવારના સાત્વિક અલ્પાહાર સાથે ભાવપૂર્વક આતિથ્ય માણ્યું હતું.રાજ્યપાલએ જોગદીયા પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી સંવાદ કર્યો હતો અને પરિવારજનોના ખબર-અંતર પૂછ્યા હતા.

રાજ્યપાલના આ સહજ, સરળ અને આત્મીય વ્યવહારથી જોગદીયા પરિવાર આનંદિત અને ભાવવિભોર બન્યો હતો. રાજ્યપાલએ અનુસૂચિત જાતિ પરિવાર સાથે અલ્પાહાર કરીને સામાજિક સમરસતા, સમાનતા અને ભારતીય સંસ્કૃતિની ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. જોગદીયા પરિવારે રાજ્યપાલ પોતાના આંગણે પધાર્યા અને પરિવાર સાથે સવારના અલ્પાહાર સાથે આતિથ્ય માણ્યું તે બદલ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે અમરેલી જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલા, રાજુલા ધારાસભ્ય હિરા સોલંકી, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ કુમાર મૌર્ય, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેકટર હર્ષિતા ગોયલ, એ.એસ.પી. જયવીર ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande