
જૂનાગઢ,18 નવેમ્બર (હિ.સ.) આગામી કારતક સુદ અગિયારસથી કારતક સુદ પુનમ દરમ્યાન જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા ૨૦૨૬ યોજાનાર છે. આ પરિક્રમા દરમ્યાન નકકી કરવામાં આવેલ નીચે મુજબના દુધ વિતરણ કેન્દ્રોએ દુધ અને છાસના ભાવ તથા એલ.પી.જી. કોમર્શીયલ ગેસ સીલીન્ડરના ભાવ નીચે મુજબ દર્શાવેલ વિગતે રહેશે.
જેની તમામ શ્રધ્ધાળુઓ તથા જાહેર જનતાને આથી જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા જાણ કરવામાં આવે છે.
અમુલ દૂધ જીણાબાવાની મઢીમાં તાજા ટેટ્રા મિલ્ક પેક એક લી. - રૂા.૮૦/-, તાજા ટેટ્રા મિલ્ક પેક ૫૦૦ એમ.એલ. - રૂા. ૪૨/-, ગોલ્ડ ટેટ્રા મિલ્ક પેક એક લી. - રૂા.૮૬/-, ગોલ્ડ ટેટ્રા મિલ્ક પેક ૫૦૦ એમ.એલ. - રૂા.૪૫/-, બટર મિલ્ક ટેટ્રા પેક ૨૦૦ એમ.એલ – રૂા.૧૫/-, રોઝ લસ્સી ૨૦૦ એમ.એલ – રૂા.૨૫/- ભાવ રહેશે.
મધર ડેરીમાં જીણાબાવાની મઢીમાં, બોરદેવીમાં, બોરદેવી ત્રણ થાણાના રસ્તાની બાજુમાં અને કાળકાના વડલાની બાજુમાં મધર ડેરી ટેટ્રા પેક મિલ્ક પેક એક લી.-રૂા.૭૭/- + રૂા.૨/-, મધર ડેરી ટેટ્રા પેક મસાલા છાસ ૧૮૦ એમ.એલ. – રૂા.૧૫/-, રૂા.૨/- પરિવહન દર, મધર ડેરી ટેટ્રા પેક લસ્સી ૧૮૦ એમ.એલ. - રૂા.૨૦/- + રૂા.૨/-, પરિવહન દર મધર ડેરી ટેટ્રા પેક મિલ્ક શેક ૧૮૦ એમ.એલ. – રૂા. ૩૫/- રૂા.૨/- પરિવહન દર છે.
તેમજ અભય ડેરી માટે બોરદેવી મંદિરથી નાગદેવતા મંદિરની વચ્ચે મિલ્ક એક લી. - રૂા.૭૫/-, મિલ્ક ૫૦૦ એમ.એલ. – રૂા.૩૮/- રહેશે. આ સિવાયના પરિક્રમાના તમામ સ્થળોએ એમ.આર.પી. મુજબ દુધ વિતરણ કરવાનું રહેશે. ઉપરોક્ત વિગતે અમુલ ડેરી તથા માહી ડેરી દ્વારા આ દર્શાવેલ કેન્દ્રો ખાતેથી દુધ, છાસ, લસ્સી, મિલ્ક શેક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પરિક્રમા દરમ્યાન એલ.પી.જી. કોમર્શીયલ ગેસ સીલીન્ડર ઓઈલ માર્કેટીંગ કંપનીના નિયત બિલમાં દર્શાવેલ એમ.આર.પી. મુજબ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ